સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th February 2021

ગીર-સોમનાથમાં પ્રદેશ પ્રમુખ પાટીલએ કહ્યું - ભાજપ પાસે બે બ્રહ્માસ્ત્ર, એક પીએમ મોદી અને બીજું પેઝ કમિટી

કોડીનારમાં સીઆર પાટીલનો જંજાવાતી પ્રચાર: વિશાળ બાઇક રેલી યોજી સભા સ્થળ પહોંચ્યા

 

ગીર સોમનાથમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોમાં પોતાના ભાષણથી કાર્યકરોમાં જોશ ભરી દીધું હતું. પાટીલે કાર્યકરોને સંબોધીને જણાવ્યું કે, ભાજપ પાસે બે બ્રહ્માસ્ત્ર છે. એક બ્રહ્માસ્ત્ર નરેન્દ્ર મોદી છે. જેના નામે લોકો ખોબલે ખોબલે મત આપે છે.

 

તો બીજું બ્રહ્માસ્ત્ર પેજ કમિટી છે. પાટીલે કહ્યું કે, ગુજરાતના લોકો નરેન્દ્ર મોદીનો હાથ સતત મજબૂત કરી રહ્યા છે.

 કેશોદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને કેશોદના માંગરોળ રોડ પર આવેલ કુંજબીહારી વાડીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભા સંદર્ભે કાર્યકરોમાં VVIP કાર્ડ વિતરણ, મુખ્ય માર્ગા પર ઝંડાઓ લગાવી પ્રચારને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સીઆર પાટિલના એરપોર્ટ પર ભાજપના હોદેદારો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ એરપોર્ટથી સભા સ્થળ સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી.

(12:53 am IST)