સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

ખૂનના ગુન્હામાં પેરોલ ઉપર એક વર્ષથી ફરાર રાજકોટનો આરોપી જામનગરથી ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૫ :. જીલ્લાના પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની નાસતા ફરતા તેમજ પેરોલ ફર્લો ફરારી આરોપીઓને પકડવા અંગે સૂચનાથી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પો. ઈન્સ. કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઈ. આર.વી. વીંછી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પો. કોન્સ. રવિભાઈ બુજડ તથા એએસઆઈ હિતેશભાઈ ચાવડાનાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, રાજકોટ ગાંધીગ્રામ યુનિવર્સિટી પો. સ્ટે. ફ.ગુ.૨. નં. ૧૪૦/૨૦૧૮ ઈ.પી.કો. કલમ - ૩૦૨, ૩૦૭ મુજબના કામનો આરોપી મહેબુબખાન હુસેનખાન પઠાણ જાતે સિપાઈ રહે. ગાંધીગ્રામ, ધરમનગર, આર.એમ.સી. કવાર્ટર, બ્લોક નં. ૨૬, કવાર્ટર નં. ૭૬૪, રાજકોટવાળો તા. ૧૧-૮-૨૦૧૯ના રાજકોટ જિલ્લા જેલમાંથી પેરોલ ઉપર છૂટયા બાદથી ફરાર રહી જીલ્લા જેલમાં હાજર થયેલ ન હોય, જેથી મજકુર મળી આવતા પકડી પાડી રાજકોટ જેલમાં મોકલી આપવા માટે કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(12:58 pm IST)