સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 25th October 2020

બોટાદમાં પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત

તેમની સાથે સૌરાષ્ટ્ર અને સુરતના આગેવાનોએ પણ કેસરિયો ધારણ કર્યો

બોટાદઃ રાજ્યમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે.ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ તથા આગેવાનોને પોતાની પાર્ટીમાં પણ સામેલ કરી રહ્યાં છે.ત્યારે પાટીદાર નેતા દિલીપ સાબવાએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બોટાદના પ્રવાસે હતા. તેમની હાજરીમાં પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે સૌરાષ્ટ્ર અને સુરતના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા.

દિલીપ સાબવાની સાથે ભાવનગર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ પ્રતિનિધિ નાનુંભાઈ ડાખરા પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતા.

ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે વિધાનસભાની 8 સીટો પર પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. બંન્ને પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે જનતાને પોતાના પક્ષમાં કરવા ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.

(9:12 pm IST)