News of Wednesday, 25th May 2022
દ્વારકા ખાતે તા.૧લી જુનના આરટીઓ કેમ્પ યોજાશે સર્કિટ હાઉસ પાછળનું મેદાન ખાતે કેમ્પનું આયોજન
દેવભૂમિ દ્વારકા:સહા,પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,ખંભાલીયાના મોટર વાહન નિરક્ષકના દર માસે તાલુકા મથકે કેમ્પો રાખવામાં આવતા હોય છે. આગામી તા. ૦૧/૦૬/૨૦૨૨ના રોજ સર્કિટ હાઉસ પાછળનું મેદાન, દ્ધારકા ખાતે કેમ્પ યોજાશે. આ સમયગાળા દરમ્યાન જાહેર રજા, કુદરતી આપતિ કે ચુંટણીને લગત કામગીરી આવશે તો આ કેમ્પ રદ કરવામાં આવશે તેમ એ.આર.ટી.ઓ.દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
(10:18 pm IST)