સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

ગોંડલના શિવરાજગઢ ગામે કુવામાંથી પાણી ઉલેચતી વેળાએ શ્રમિક યુવાનનો પગ લપસતાં કુવામાં પડી જતા મોત નીપજ્યુ

શ્રમિક યુવાન અને તરતા પણ આવડતું હતું પરંતુ પથ્થરો સાથે માથું અથડાતા પાણીમાં ડૂબી ગયો:

ગોંડલ : ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે બની છે મધ્યપ્રદેશથી ખેત મજૂરી કામ માટે આવેલ શ્રમિક યુવાન બહેનને બોલાવી "લાવ કુવામાંથી પાણી ઉલેચી આપુ" તેમ કહી રહ્યો હતો ત્યાં જ પગ લપસવાથી સાથે કુવામાં પડી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું

પ્રાપ્ત વિગતો મુજબ  તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા અને માંડણ કુંડલા રોડ ઉપર ખેતી વાડી ધરાવતા હેમંતભાઇએ ગાજીપરા ની વાડી એ બે માસ પહેલાં મધ્યપ્રદેશથી પરિવાર સાથે રાજન ડામોર ( ઉંમર વર્ષ 22) નામનો યુવાન ખેત મજૂરી કામ માટે આવ્યો હતો બુધવારના રોજ કુવા પાસે ઊભો હતો ત્યારે બહેનને બોલાવી ને કહ્યું કે લાવ તને કૂવામાંથી પાણી ઉલેચી આપું ! જેવા શબ્દો પૂરા થવાની સાથે જ તેનો પગ લપસતાં તે કૂવામાં પડતા તેનું માથું પથ્થરો સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયો હતો અને ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા ફાયર ફાયટરનાં લોડીંગ ઓફિસર નયનભાઈ, તરવૈયા કિશોરભાઈ ગોહેલ, વીરભદ્ર સિંહ જાડેજા, વિજય સિંહ ચુડાસમા, હાર્દિકભાઈ રબારી, હિરેન ડામોર અને સુનિલ ભાઈ ચૌહાણ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુવાનના મૃતદેહને કૂવાના પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.

 

(8:07 pm IST)