સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

ભાવનગરમાં તેજ પવન ફૂંકાયો: સતત ચોથા દિવસે ભારે પવન

ભેજના કારણે બફારા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા

 ભાવનગર :ભાવનગરમાં આજે  બુધવારે  શહેરનું મહત્તમ તાપમાન 37.4ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48 ટકા અને પવનની ઝડપ 30 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
ભાવનગરમાં છેલ્લા ચાર દિવસથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે મહત્તમ તાપમાન ઘટયું છે  પરંતુ ભેજના કારણે બફારા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

(7:16 pm IST)