સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

ધ્રોલમાં લમ્પી વાયરસનો હાહાકાર : એક પશુનું મોત : કુલ ૮ કેસ નોંધાયા

પશુપાલન વિભાગ દોડતુ થયુ : પશુઓમાં લમ્પી વારયસની રસી મુકવા માટે હાથ ધર્યુ અભિયાન : ૬૧ પશુઓને કર્યુ વેકશીનેશન

જામનગર જીલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાઈ રહયો હોવાનું બહાર આવ્યુ છે ત્યારે ધ્રોલ શહેરમાં લમ્પી વાયરસના લીધે એક બળદનું મોત નિપજયુ હતુ અને અન્ય ૮ પશુઓમાં આ લમ્પી વારયસના લક્ષણો દેખા દેતા પશુપાલન વિભાગ ભાગદોડ કરીને સત્વરે રસીકરણ કાર્યક્રમ હાથ ધરીને એક ટીમ બનાવીને વેકસીનેશન કરવામાં આવી રહયુ છે

ધ્રોલ શહેરમાં તથા તાલુકામાં લમ્પી વાયરસનો રોગચાળો જોવા મળ્યો હોય તેમ આ વાયરસના લીધે ૧ પશુઓના મોત નિપજયા હોવાના સમાચાર મળી રહયા છે અને પહેલા ૬ પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યા બાદ પશુપાલન વિભાગએ તાકીદે સર્વે હાથ ધરીને કામગીરી કરતા વધુ ૨ મળીને કુલ ૮ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેને સારવાર આપવામાં આવી રહી છે અને લમ્પી વારયસની સત્વરે સારવાર આપવા આવ્યે પશુઓ બચી જાય છે તેવામાં જેમા ધ્રોલમાં મનસુખભાઈ પરમાર નામના ખેડુતના બળદનું લમ્પી વારયસના કારણે ભોગ લેવાયો હતો

ધ્રોલ પશુચિકીત્સા અધિકારી કીશોર પરમારે પુષ્ટી આપી છે અને લમ્પી રોગના લક્ષણ ધરાવતા કુલ ૮ પશુઓમાં બહાર આવ્યુ છે અને ધ્રોલમાં એક બળદનું મોત નિપજયુ હોવાની પુષ્ટી આપી છે. જયારે તાકીદે પશુપાલન વિભાગએ ધ્રોલમાં લમ્પી વારયસ સામે રક્ષણ આપતી વેકસીનેશનની કામગીરી હાથ ધરીને અત્યાર સુધીમાં લમ્પી વાયરસ ધરાવતા પશુઓના સંપર્કમાં આવેલ ૬૧ પશુઓને વેકસીનેશન કરવામાં આવ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહયો છે અને લતિપુરમાં એક જયેશભાઈ દામજીભાઈના બળદને લમ્પી વાયરસ લાગુ પડતા પશુપાલન વિભાગ દોડી જઈને સારવાર કરવામાં આવી રહી છે અને લમ્પી વાયરસની સમયસર સારવાર આપવામાં આવે તો પશુઓનો બચાવ થાય છે તે વચ્ચે જો કોઈ પશુને આ લમ્પી રોગ લાગુ થયો હોય અને લક્ષણો દેખાય તો સત્વરે ધ્રોલ પશુપાલન વિભાગને જાણ કરવા જણાવાયુ છે.(તસ્વીર -અહેવાલ ::: સંજય ડાંગર - ધ્રોલ)

(6:49 pm IST)