સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

જુનાગઢમાં ચોરાઉ મોટર સાયકલ સાથે ર ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રપ :.. રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટીની સુચનાથી  નાયબ  પોલીસ અધિક્ષક પી. જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ર શખ્‍સોને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધેલ છે.

પોલીસે મુનિરભાઇ ગફારભાઇ વાલુકડા જાતે ઘાંચી ઉ.રપ ધંધો સર્વિસ સ્‍ટેશન રહે. જુનાગઢ મોચી ગલી આઇસ વિલાની સામે, સાગરભાઇ માંડાભાઇ ભારાઇ જાતે રબારી ઉ.ર૬  ધંધો મજૂરી રહે. જુનાગઢ આરટીઓ સામે ખોડીયાર માતાજીના મંદિર પાસે હીરો કંપનીનું કાળા કલરનું સ્‍પ્‍લેન્‍ડર સિલ્‍વર પટ્ટાવાળા મો. સા. જેના રજી. નં. જીજે-ઓએ -યુજી-૦૪૧૩ ના કિ. રૂા. ૩પ૦૦૦ ની ધરપકડ કરી છે.

આ કામગીરી જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ.  જે. જે. ગઢવી તથા હેડ એ. એમ. સિસોદીયા, આઇ. આર. ઝાલા, પીસી ચેતનસિંહ સોલંકી, દીલીપભાઇ ડાંગર, કરણસિંહ ઝણકાંત, ભગવાનજી વાઢીયા, ભાવિકભાઇ કોદાવલા, અમરાભાઇ ભીંટ, વિગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી નેત્રમ શાખા કમાન્‍ડ એન્‍ડ કંટ્રો ના પીએસઆઇ પી. એચ. મશરૂ, ડબલ્‍યુસી પાયલબેન વકાંતર, પીસી હાર્દિકભાઇ સીસોદીયા એન્‍જી. પાર્થભાઇ ભલાણીના તમામ સ્‍ટાફે કરેલ છે. 

(1:49 pm IST)