સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

કેશોદમાં સાળા-બનેવીનાં જુથ વચ્‍ચે લોહીયાળ ધિંગાણુઃ ૪ને ઇજા

લગ્ન પ્રસંગે ભેગા થતા સામ સામી મારામારી થઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨પ :   કેશોદમાં સાળા-બનેવીના જુથ વચ્‍ચે લોહીયાળ  ધિંગાણુ ખેલાતા બાળક સહિત ૪ થી વધુ વ્‍યકિતને ઇજા થઇ હતી.

લગ્ન પ્રસંગે ભેગા થતા થયેલી મારામારીથી નાસભાગ મચી ગઇ હતી.

કેશોદમાં મોવાણા દરવાજા પાસે રહેતા શહેબાઝ ગફારભાઇ મહિરાની બહેન ફરમાબેનને પતિ ઇકબાલ હસનભાઇ સોઢા માર મારતા ફરજના તેના ભાઇ શહેબાઝબેનના ઘરે આવતા રહેલ.

દરમિયાન ગઇકાલે બંનેનો પરિવાર એક  લગ્ન પ્રસંગમાં ભેગા થયેલ આથી શહેનાઝભાઇ તેના બનેવી ઇકબાલભાઇ સમજાવતા હતા. ત્‍યારે બનેવી ઇકબાલ તેમજ તેનો ભાઇ હનીફ તથા હનીફનો પુત્ર નદીમ તેમજ રહીશભાઇ રફીક સહિતનાં શખ્‍સો તલવાર, લાકડાના ધોકા તેમજ છરી વડે શહેનાઝ ગફાર વગેરે ઉપર હુમલો કર્યો હતો.

આ હુમલામાં શહેનાઝભાઇ તેમજ એક બાળક સહિત ચાર ને ઇજા થઇ હતી. કેશોદમાંઘાંચી સમાજ પાસે બનેલા આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્‍થળ પર  દોડી ગયો હતો અને ઇજાગ્રસ્‍તોને સારવાર માટે ખસેડયા હતા. સામા પક્ષે ઇકબાલભાઇ સોઢા ઉપર તેના સાળા શહેનાઝ તેમજ નદીમ ગફારભાઇ મહિડાએ દુકાનની પાર્ટનરશીપનાં પ્રશ્ને લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સામ સામી મારામારીના બનાવ અંગે પોલીસે સાળા બનેવીની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ ઇન્‍ચાર્જ પી.આઇ. કે.એસ.ડાંગોર તથા હેડ કોન્‍સ્‍ટેબલ વી.જી.કારાવદરા ચલાવી રહયા છે.

(1:32 pm IST)