સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

સાવરકુંડલા તાલુકામાં લાખો રૂપિયાનું વિજ બિલ અપાતા ભારે રોષ

કનુભાઇ દેસાઇને પત્ર પાઠવીને રજુઆત કરતા પ્રતાપભાઇ દુધાત

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.રપ : સાવરકુંડલાના ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાતે રાજયના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને પત્ર પાઠવીને અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામના અરજદારોને લાખો રૂપિયાનું બિલ મળતા આ મુદ્દે યોગ્‍ય કરવા માંગ કરી છ.ે

પ્રતાપભાઇ દુધાતે વધુમાં જણાવ્‍યું છે કે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના અરજદાર બાબુભાઇ ભગવાનભાઇ પરમારની ફરીયાદ મુજબ અરજદારની પરિસ્‍થિતિ નબળી હોય, અને તેઓ માત્ર એક પંખો, અને બલ્‍બનો ઉપયોગ કરે છે. બીજા કોઇ ઇલેકિટ્રક ઉપકરણો વાપરતા નથી તેમ જતા પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી વીજપડી દ્વારા પ,૮૦,૧પ૧ નુ બીલ આપવામાં આવેલ છે

એટલું જ નહિ પરંતુ ૧૦,૦૦૦ થી લઇ રૂા. એક લાખ રૂપિયા સુધીના બીલો અન્‍ય લોકોને આપવામાં આવેલ છે. આવી અનેક ફરીયાદો મારી સમક્ષ થયેલ છે. આમ મારા મતવિસ્‍તાર ઘણા ગામોમાં અમોને ફરીયાદ મળી રહી છે વીજપડી પેટા વિભાગીય કચેરી દ્વારા મોટી રકમના બીલો આપી રહી છે અરજદાર શ્રી દ્વારા રજુઆત કરતા તંત્ર દ્વારા જણાવેલ છે કે, અરજદારે બીલ ભરેલ નથી જેના કારણે આ બીલ છે, આ તંત્રની ઘોર બેદરકારી સામે આવેલ છે અને આવડુ મસમોટુ બીલ ફટકારવામાં આવે છે જેથી યોગ્‍ય કરવા માંગ કરી છ.ે

(1:23 pm IST)