સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

અમરેલી જીલ્લા જેલમાંથી જામીન ઉપર છૂટીને ૭ મહિનાથી ફરાર પ્રકાશ કમેજાળીયા ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. રપ :.. ભાવનગર રેન્‍જ આઇ. જી. અશોક કુમાર અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અન્‍વયે અલ. સી. બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર. કે. કરમટાનાઓની રાહબરી હેઠળ એલ. સી. બી. ટીમે અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે અમરેલી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ પ્રકાશ ઇશ્વરભાઇ કમેજાળીયા, (ઉ.૩૦) રહે. તાજપર, તા. જિ. બોટાદ, હાલ રહે. સણોસરા, તા. સિહોર, જી. ભાવનગરની ધરપકડ કરી છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ. સી. બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર. કે. કરમટા તથા એલ. સી. બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:21 pm IST)