સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

અમરેલી તાલુકામાં રેતી ચોરી કરનાર ડમ્‍પર સાથે ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રપ : ભાવનગર રેન્‍જ આઇ.જી.અશોકકુમાર અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિ઼હની સુચના અન્‍વયે એલસીબીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કરમટાનાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમે આજ રોજ તા.ર૪-પ-ર૦રરના શરૂ રાત્રીના અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમિયાન અમરેલી, લીલીયા રોડ, રોડ, શ્‍યામ સર્કલ પાસેથી એક ઇસમને ડમ્‍પરમાં રેતીની ચોરી કરતા પકડી પાડી, તેમની  સામે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલા આરોપી તથા મુદામાલ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

પોલીસે ધીરૂભાઇ ધાધલ (ઉ.વ.રર) રહે. અમરેલી સત્‍યનારાયણ સોસાયટી, તા. જિ. અમરેલી ટ્રક ડમ્‍પર રજી.ં.જી.જે.૦૩. ડબલ્‍યુ ૮૭૬૮ કિ. રૂા.૪,૦૦,૦૦૦ તથા રેતી ૪ ટન કિ. રૂા.ર૦૦૦ મળી કુલ રૂા.૪,૦ર,૦૦૦નો મુદામાલ સાથે ધરપકડ કરી છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કરમટા તથા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:19 pm IST)