સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

એસ એસ ટી અને અખિલ ગુજરાત સિપાહી સમાજ એક સાથે રહીને કામ કરે તો સિપાહી સમાજનો વિકાસ થશે : ઈકબાલ ગોરી

 (ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨૫ : સિપાહી સમાજ નો ખરે ખર  વિકાસ કરવો જ હશે તો દરેક આગેવાનો એ એક સાથે રહી ને કામ કરશું તો જ સમાજ નો વિકાસ શકય છે તેમ અખિલ ગુજરાત સિપાહી સમાજ ના પૂર્વ ઉપપ્રમુખ ઈકબાલ ગોરી એ અનુરોધ કરતા જણાવેલ હતું

    આ અંગે ઈકબાલ ગોરી એ એમ પણ જણાવેલ હતું કે  મુસ્‍લિમ સમાજ માં સંખ્‍યા સૌવ થી મોટો અને શિક્ષણ ક્ષેત્રે પણ આગળ એવા સિપાહી સમાજ ની પ્રગતિ કે વિકાસ નથી થતો તેનું મુખ્‍ય કારણ કે સિપાહી સમાજ બે ભાગમાં વેચાયેલો છે અહમ ઈગો અને વિવાદ ના કરણે સિપાહી સમાજ ભોગ બની રહ્યો છે

  એસ એસ ટી અને અખિલ ગુજરાત સિપાહી સમાજ નામ ની બને સંસ્‍થા ચાલે છે સિપાહી સમાજ ની પ્રગતિ માટે  આ બને સંસ્‍થા માં શક્‍તિશાળી તાકાતવાર બુધ્‍ધિશાળી અને ડિગ્રીસ્‍ટ અને અધિકારી દરજાના વ્‍યકતિ ઓ હોવા છતાં સિપાહી ઓ નો વિકાસ કેમ નથી થતો ? તેનું મુખ્‍ય   કારણબુધ્‍ધિજીવી ઓ એ  ગોતવુ  જોઈએ   ૪૦ લાખ આસ પાસની વસ્‍તી ધરાવતો મુસ્‍લિમ સિપાહી સમાજ માં આંતરિક વિખવાદ છે એટલે જ એસ એસ ટી અને અખિલ ગુજરાત સિપાહી સમાજ નામની બે સંસ્‍થા ઓ જુદી જુદી રીતે કામ કરે છે તેમાં સિપાહી સમાજ નું કાય ઊકળતું નથી  ત્‍યારે એસ એસ ટી અને અખિલ ગુજરાત સિપાહી સમાજ ના મુખ્‍ય આગેવાનો હોદેદારોને અપીલ કરૂં છું કે આંતરિક અહમ ધમડ અને ઈગો ને તિલાંજલિ આપી   બને સંસ્‍થા એક થઈ ને સાથે મળીને સહિયારો પુરુષાર્થ અને મહેનત અને મન એક કરી સાથે મળીને સિપાહી સમાજના વિકાસ પ્રગતિ માટે કામ કરવું જોઈએ તેવું મારૂં માનવું છે  અલગ અલગ શક્‍તિ વેડફાઇ રહી છે અને સિપાહી સમાજ નું કામ થતું નથી એસ એસ ટી અને અખિલ ગુજરાત સિપાહી સમાજ અલગ અલગ સંસ્‍થા કામ કરે છે તે આપો આપ બીજા સમાજ માં ખબર પડી જાય છે સિપાહી સમાજ માં આંતરિક મોટી તિરાડ હોવાનું  અનુભવે છે  બને સંસ્‍થા માં ગમે એટલા હોશિયાર કે બુધ્‍ધિશાળી હોય તે શું કામ નું પરંતુ છે તો અલગ ને ? તે બુધ્‍ધિશાળી કામના શુ  સિપાહી સમાજની પ્રગતિ થાય તેમ બને સંસ્‍થા ઇચ્‍છતા હોવ તો આંતરિક ઈગો ભૂલી જઇ એક મંચ અને એક પ્‍લેટફોર્મ ઉપર આવી ને કામ કરો તો સિપાહી સમાજ ની પ્રગતિ થશે બાકી ટાટિયા ખેંચવાની  પ્રવળત્તિ તો વેગ પકડતી જાય છે એટલે સિપાહી સમાજના હિત ખાતર એક પ્‍લેટફોર્મ ઉપર આવી કામ કરો તેમ અંત માં ઈકબાલ ગોરી જણાવેલ હતું.

(1:16 pm IST)