સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

જામકંડોરાણાના સોડવદરમાં જુગાર રમતા ૯ પકડાયાઃ ૧પ લાખનો મુદ્દામાલ કબ્‍જે

જયેશ માંડવીયાની વાડીમાં જાહેરમાં જુગારનો પાટલો ચાલતો'તોઃ બે કાર, બાઇક મોબાલઇ અને ૭૬ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા.રપ : જામકંડોરણાના સોડવદર ગામની સીમમાં વાડીમાં જાહેરમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૯ શખ્‍સોને ૧પ.૩૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ સોડવદર ગામની હિરાધારની સીમમાં જયેશ કાન્‍તીભાઇ માંડવીયાની વાડીમાં ઓરડી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જામકંડોરણાના હેડ કો. મનજીભાઇ ચૌહાણ સીહતના સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીકી સહિત ૯ શખ્‍સોને રોકડ રૂા. ૭૬,પપઢ, મોબાઇલ ફોન નં૩ ૯, બાઇક એક તથા બેકાર મળી કુલ૧પ.૩૦ લાખના મુદામાલ સાથે ઝપડી લીધા હતા.

પકડાયેલા શખ્‍સોમાં વાડી માલીક જયેશ કાન્‍તીભાઇ માંડવીયા, રહે. સોડવદર, હરેશ ગોકળભાઇ દેત્રોજા ધંધો વેપાર રહે. ઉપલેટા ઢાંક માર્ગ ગીરીરાજ એપાર્ટમેન્‍ટ બ્‍લેક નં. ૧૦ર, મહેશ બાવનજીભાઇ વૈષ્‍નાણી ધંધો ખેતી રહે. સોડવદર મેઇન બજાર, ભરત જેન્‍તીભાઇ ચીકાણી  ધંધો વેપાર રહે. હાલ રાયપુર શાંઇ વાટીકા હાઉસ નં. ૭, છતીસગઢ મુળ રહે. સોડવદર, કમલેશ ઉર્ફે હરેશભાઇ ગોપાલભાઇ ઝાલાવડીયા ધંધો પ્રા. નોકરી રહે. હાલ સુરત-બી-૧૬૭ સહકાર નગર સોસાયટી કામરેજ ચાર રસ્‍તા સુરત મુળ રહે. સોડવદર, રમેશ ઉર્ફે ભલીયો હરીભાઇ કણસાગરા ધંધો ખેતી રહે. સોડવદર, દિલીપ રમણીકભાઇ દેત્રોજા ખેતી રહે. સોડવદર, સંજય જેન્‍તીલાલ ચીકાણી ધંધો વેપાર રહે. હાલ નાગપુર મનીષનગર સોમલવાડા બાલાજી એપાર્ટમેન્‍ટ ફલેટ ર૦૧ મહારાષ્‍ટ્ર મુળ રહે. સોડવદર, સંજય રમણીકલાલ ભાલોડીયા પ્રા. નોકરી રહે. હાલ ધોરાજી જમનાવાડ રોડ, જુનુ મારૂતીનગર તા. ધોરાજી મુળ રહે. સોડવદરનો સમાવેશ થાય છે. તમામ સામે જુગારધારા હેઠળ ગુન્‍હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

(1:09 pm IST)