સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

વિરપુર (જલારામ) મિલ્‍કતના વિવાદમાં પુત્રીને પુત્ર સમકક્ષ ગણી હિસ્‍સો અપાવતી અદાલત

વિરપુર તા.રપ : વીરપુર (જલરામ) ગામની દિકરીને પણ દીકરા સમકક્ષ ગણી હિસે અદાલતે હિસ્‍સો અપાવેલ હતો.

ધોરાજીમાં વસવાટ કરતા અને જેનુ પીયર  વિરપુર (જલારામ) છે તે વા જય ગોપાલ કીરાણા ભંડારવાળા ભરતભાઇ વૈષ્‍ણવનાં માતુશ્રી લાભુબેન તે મનજીભાઇ ઠાકરશીભાઇ બાલધાના પુત્રીએ પોતાના પિતાની વિરપુર સ્‍થિત સ્‍થાવર મિલ્‍કતો જંગમ મિલ્‍કતોમાંથી પોતાનો હિસ્‍સો મળવા ગોંડલ કોર્ટમાં સને ર૦૦૦માં કેસ દાખલ કરે જે બાદમાં જેતપુર ટ્રાન્‍સફર થયેલ તે દાવામાં લાભુબેનના ભાઇઓ ભગવાનજીભાઇ તથા હરીભાઇ મનજીભાઇએ તેમજ તેના પુત્રો જેન્‍તીલાલ ભગવાનજી, રામજી ભગવાનજીભા, મગનલાલ હરીભાઇ, હરસુખ હરીભાઇએ સંયુકત મિલ્‍કત પૈકીની અમુક જમીન ગેરકાયદે મુકતાબેન રામજીભાઇ પાંચાણીને તથા તે બધાએ મનસુખ નાથા સોજીત્રા રાજેશ પરસોતમ કાકડીયા તથા પ્રભાબેન જેન્‍તીભાઇ મેઘાણી વગેરે લોકોને કોર્ટનો હુકમ હોવા છતા ગેરકાયદે વેચાણ કરેલ અને ત્‍યારબાદ વીરપુરના અમુક સ્‍થાનિક રાજકીય આગેવાનો અને ભ્રષ્‍ટ સતાધીશો સાથે મીલીભગત કરી ગેરકાયદે રેવન્‍યુ રેકર્ડમાં પણ ચડાવી દીધેલ.

આ તમામ હકિકતો લાભુબેન વતી તેમના પતિએ પુરાવો આપી અદાલતનાં રેકર્ડ પર લાવેલ અને થયેલ તમામ દસ્‍તાવેજો કે જેમાં લાભુબેનનો હકક સમાયેલ તે તમામ દસ્‍તાવેજો પણ રેકર્ડ પર લાવેલ જેનો પુરાવો તથા લાભુબેન વતી તેમનાં એડવોકેટ ધોરાજીના સ્‍વ.આર.એસ.પટેલ તથા ચંદુભાઇ એસ.પટેલ અને નયન આર. રંગોલીયાએ વિસ્‍તૃત દલીલો જે તે  સમયે કરેલ અને બાદમાં ચંદુભાઇ એસ.પટેલ અને નયન આ રંગોલીયા એ વિસ્‍તૃત દલીલો જે તે સમયે કરેલ અને બાદમાં ચંદુભાઇ એસ.પટેલે જેતપુરનાં મહેરબાન પ્રીન્‍સીપાલ સીનીયર સિવિલ જજ શ્રી ગોસ્‍વામી સમકક્ષ ઉચ્‍ચ અદાલતોના મંતવ્‍યો રજુ કરતા જેતપુર કોર્ટએ વાદીનો દાવો મંજુર કરી પ્રતિવાદીઓએ કરેલા તમા ટ્રાન્‍જેકશનો ગેરકાયદે ગણી રદ કરતો હુકમ ફરમાવેલ અને તમામ મીલ્‍કતો મુળ ખાતેદારનાં નામે કરી વાદી લાભુબેનનો હિસ્‍સો મંજુર કરેલ અને જીલ્લા કલેકટરશ્રી એ ગુજરનાર મનજીભાઇની તમામ મિલ્‍કતોમાંથી લાભુબેનનો હિસ્‍સો અલગ કરાવી ૯૦ દિવસમાં સોંપાવી આપવો અને ત્‍યાં સુધી વાદગ્રસ્‍ત મિલ્‍કતો કોઇએ કોઇને ટ્રાન્‍સફર ગીરો કરવી નહી કે બોજો ઉભો કરવો નહી તેમજ વાદગ્રસ્‍ત સીમ જમીનનો દર વરસનો ઉપજ - નિપજનો હીસાબ રાખી તેમાંથી પણ વાદીને તેમનો હિસ્‍સો ચુકવવો તેવો હુકમ ફરમાવેલ.

આ કામમાં વાદી તરીકે ધોરાજીના એડવોકેટ ચંદુભાઇ એસ.પટેલ તથા નયનભાઇ રોકાયેલ હતા.

(12:36 pm IST)