સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

અમરેલીઃ અકસ્‍માત મૃત્‍યુના કેસમાં વ્‍યાજ ખર્ચ સહિત ૮પ લાખનું વળતર મંજુર

અમરેલી તા.રપ : રૂા.પપ,૩૭,૯૪૩ (અંકે રૂપીયા પંચાવન લાખ સાડત્રીસ હજાર નવસો તેતાલીસ પુરા)નું વળતર અરજી તા.ર-૪-ર૦૧૬ થી ૮.પ વ્‍યાજ સહિત ખર્ચ સહિત કુલ રૂા.૮પ,૦૦,૦૦૦ (અંકે રૂપિયા પંચીસ લાખ પુરા) ચુકવવા ઇફકો ટોકીયો વિમા કુા. સામે રાજુલાની એડી. ડિસ્‍ટ્રીકટ જજ એસ.પી.ભટ્ટે હુકમ ફરમાવ્‍યો હતો.

રાજુલાના  વેપારી દિનેશભાઇ લાલજીભાઇ સરવૈયા તા.ર૯-૧-ર૦૧૬ના રોજ પથ્‍થરની ખાણમાંથી ક્રેઇન નં.જી.જે.  ૧ એફ.કયુ.નં.૯૧૧૮ દ્વારા પથ્‍થર કાઢવાનું કામ ચાલુ હતુ. ત્‍યારે ક્રેઇનને બેલેન્‍સ નહી રહેતા દિનેશભાઇને ક્રેઇનનું હુક (બુમ) માથામાં ભટકાતા અકસ્‍માતથી તેનું મૃત્‍યુ નીપજેલ હતુ. જેનું રૂા.૭૦,૦૦,૦૦૦ (અંકે રૂપીયા સીતેર લાખ પુરા)નું વળતર મળવા મરનારના વારસો જયોતિબેન દિનેશભાઇ સરવૈયા વિગેરેએ રાજુલા કોર્ટમાં કલેઇમ કરેલ હતો. જેમાં ઇફકો ટોકીયો વિમા કુા.એ પબ્‍લીક પ્‍લેસમાં બનાવ બન્‍યો નથી. અકસ્‍માત અંગે ફરીયાદ થઇ નથી. બેદરકારી ડ્રાઇવરની નથી. ડ્રાઇવર પાસે ટ્રાન્‍સપોર્ટ વ્‍હીકલનું લાયસન્‍સ નથી વિગેરે  તકરારો કરેલી.

આ સામે અરજદારના એડવોકેટ એમ.જે. સૈયદે દ્વારા લેખીત ધારદાર દલીલો કરી જવાબ આપેલ. જેમાં નામ. સુપ્રિમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટના જુદા જજમેન્‍ટ રજુ કરવામાં આવેલા. જેમાંની રાજુલાના એડી. ડિસ્‍ટ્રીકટ જજ શ્રી એસ.પી.ભટ્ટે ચુકાદો આપી ઇફકો ટોકીયો વિમા કુા.ને રૂા.પપ,૩૭,૯૪૩નું વળતર ૮.પ ટકા અરજીની તારીખથી વ્‍યાજ તથા ખર્ચ મળી કુલ રૂા.૮પ,૦૦,૦૦૦ (અંકે રૂપિયા પચ્‍ચાસી લાખ પુરા) ઉપરાંતનું વળતર ચુકવવા હુકમ કરેલ છે. અરજદારો ઉર્ફે અમરેલીના એડવોકેટ એમ.જે.સૈયદ રોકાયેલા હતા.

(12:31 pm IST)