સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

ફલ્લા ગામે વાડીમાં વૃધ્‍ધને માર મારી લૂંટ કરનાર ત્રણ પરપ્રાંતીય ઝડપાયા

જામનગર પોલીસે લૂંટનો બ્‍લાઇન્‍ડ કેસ ૮ દિ'માં જ ઉકેલી લીધો

જામનગર, તા., ૨૫: તાલુકાના ફલ્લા ગામ સીમ વિસ્‍તારમાં હકાભાઇ ટીડાભાઇ બાંભવા ભરવાડના પિતા ટીડાભાઇ બાંભવા ભરવાડ તેઓની વાડીએ રાત્રીના વાડીમાં સુતા હોય ત્‍યારે કોઇ અજાણ્‍યા ઇસમો લૂંટ કરવાના માટે વાડીમાં પ્રવેશ કરી માથામાં શરીરના અન્‍ય ભાગમાં ગંભીર ઇજાઓ કરી કાનમાં પહેરેલ સોનાના આશરે એક તોલા તથા નાની મોટી ચાંદીની વીટી નંગ-પ તથા રોકડ રૂપીયા ૧પ૦૦૦ મળી રૂપીયા ૬૦,૦૦૦ની લુંટ કરી નાસી જઇ ગુનો કરેલ જે અન્‍વયે જામનગર પેંચકોષી એ ડીવી પો.સ્‍ટે. ગુ.ર.નંબર ૧ર૦૨૦૪૫૨૨૦૩૩૯ /૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૯૭, ૪૫૮, ૪૬૦, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધાયેલ હતો.

ઉપરોકત બનાવની ગંભીરતા ધ્‍યાને લઇ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ માર્ગદર્શન હેઠળ સદરહું લુંટનો પ્રથમથી જ બ્‍લાઇન્‍ડ કેસ હોય, જેથી આ વણઉકેલાયેલ લુંટનો ગુનો શોધી કાઢી તેમાં સંડોવાયેલ આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા સુચના કરવામાં આવેલ. જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇના દેખરેખ હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચ -જામનગરના આઇ/સી પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.કે.ગોહીલ પો.સબ ઇન્‍સ. આર.બી.ગોજીયા તથા એલસીબી તથા જામ પંચ એ ડીવી. પો.સ્‍ટે. ના પો.સબ ઇન્‍સ. એમ.આર.સવસેટા તથા સ્‍ટાફની અલગ અલગ ટીમો કાર્યરત કરી. નિર્મળસિંહ એસ.જાડેજા તથા બળવંતસિંહ પરમાર દ્વારા ટેનીકલ સવેલન્‍સ મારફતે વર્ક આઉટ કરવામાં આવેલ.

દરમયાન એલસીબીના વનરાજભાઇ મકવાણા તથા સંજયસિંહ વાળા તથા કિશોરભાઇ પરમારને મળેલ હકીકત આધારે આ લુંટમાં સંડોવાયેલ ત્રણ ઇસમો પૈકી બે ઇસમો તેઓના વતન અલીરાજપુર માધ્‍યપ્રદેશ રાજયમાં જતા રહેલ હોવાની માહીતી આધારે એલસીબી પો.સબ ઇન્‍સ. આર.બી.ગોજીયા તથા વનરાજભાઇ મકવાણા તથા કિશોરભાઇ પરમાર તથા ધાનાભાઇ મોરી નાઓએ અલિરાજપુર (મધ્‍યપ્રદેશ) મુકામેથી (૧) નિલેશ ભદનભાઇ વાસકેલા રહે. ફુરતળાવગામ મનાસીયા ફળીયા થાના-બોરી તા.જોબટ, (ર) સનીયા ઉર્ફે સુનીલ ભદનભાઇ વાસકેલા રહે. ફુર તળાવ ગામ મનાસીયા ફળીયા થાના-બોરી તા.જોબટ, જી.અલીરાજપુરને ઝડપી લીધેલ છે.

તેમજ એલસીબી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.કે.ગોહીલ સ્‍ટાફના સંજયસિંહ વાળા, યોગરાજસિંહ રાણા, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, યશપાલસિંહ જાડેજા,  ફિરોઝભાઇ ખીફ, શીવભદ્રસિંહ જાડેજા, દોલતસિંહ ઘનશ્‍યામભાઇ ડેરવાડીયા નાઓએ રણજીતપર ગામની સીમમાંથી (૧) નારૂભાઇ ભદનભાઇ વાસકેલા રહે. કુર તળાવ ગામ મનાસીયા ફળીયા થાના-બોરી તા. જોબટ, જી. અલીરાજપુર હાલ રણજીતપર ગામની સીમમાં તા.જી. જામનગરને ઝડપી લીધેલ હતો.

આમ ઓફીેસે રહી સર્વેલન્‍સ કરતી ટીમ મધ્‍યપ્રદેશના અલીરાજપુર જીલ્લામાં રહી ફિલ્‍ડમાં વર્કઆસ્‍ટ કરતી ટીમ તથા જામનગર ખાતે રહી ફલ્લા વિસ્‍તારમાં ફિલ્‍ડમાં વર્ક આઉટ કરતી ટીમ આ ત્રણેય ટીમ એ એકા બીજા સાથે સંકલન કરી એકી સાથે એક જ સમયે ઓપરેશન પાર પાડી ઉપરોકત ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે.

ઉપરોકત ત્રણેય ઇસમોને હસ્‍તગત કરી જામ પંચ એ ડીવી. પો. સ્‍ટેનાઓને સોંપી આપવામાં આવેલ છે. આરોપી નારૂ વાસકેલા જેઓ રણજીતપર ગામે ખેત મજુરી કામ કરતા હોય જેથી તેઓ અવાર નવાર ફરીયાદીશ્રી/સાહેદની વાડીએ મજુરી જતા હોય તેમજ ઇજા પામનાર રાત્રીના વાડી સુતા હોવાની જાણકારી હોય જેથી આરોપીઓએ લાકડા, ધોકા, લાકડી જેવા હથીયાર ધારણ કરી, ટીડાભાઇ બાંભવા ભરવાડને શરીરે ઇજા કરી લુંટ ચલાવી ગુનાને અંજામ આપેલ હતો.

આમ જામનગર પોલીસ દ્વારા લુંટનો જે બ્‍લાઇન્‍ડ કેસ હોય અને ગણતરીના દિવસોમાં શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી કૃણાલ દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્‍ય વિભાગ તથા કે.કે.ગોહીલ આઇ/સી પોલીસ ઇન્‍સ્‍પેકટર તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા, એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા, અશોકભાઇ સોલંકી, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, વનરાજભાઇ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલવાડીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંસ્‍હ જાડેજા, હીરેનભાઇ વરણવા, હરદીપભાઇ ધાંધલ, ધાનાભાઇ મોરી, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્‍યામ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, ધર્મેન્‍દ્રસિંહ જટુભા જાડેજા, સુરેશભાઇ માલકીયા, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, ભારતીબેન ડાંગરા, લખમણભાઇ ભાટીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા તેમજ જામ પંચ એ ડીવી. પો.સ્‍ટે.ના પો.સબ ઇન્‍સ. એમ.આર.સવસેટા તથા સર્વેલન્‍સ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(4:35 pm IST)