સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

પોરબંદરની ડો.ગોઢાણીયા યોગ કોલેજનો દીક્ષાંત સમારોહ યોજાયોઃ રાજયકક્ષાએ પ્રથમ વિદ્યાર્થીઓનું સન્‍માન

પોરબંદર, તા., ૨૫: માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલીત મહિલા કોલેજ અંતર્ગત પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા ઇન્‍સ્‍ટીટયુટ યોગા કોલેજનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટના પ્રમુખ દાતા અને શિક્ષણપ્રેમી ડો.વિરમભાઇ રાજાભાઇ ગોઢાણીયાના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા આ દીક્ષાંત સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગોઢાણીયા બી.એડ કોલેજના પ્રાચાર્ય અને ટ્રસ્‍ટી ડો.હિનાબેન ઓડેદરા, કેળવણી કાર ડો.ઇશ્વરલાલ ભરડા, કરાટે એસોસીએશનના પ્રમુખ કેતનભાઇ કોટીયા, પતંજલી કિશાન સંગઠન પોરબંદરના પ્રભારી ખીમાભાઇ મારૂ સહીતના મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા.

કોલેજના કો-ઓર્ડીનેટર યોગાચાર્ય જીવાભાઇ ખુંટીએ સાંપ્રત યુગમાં યોગ અભ્‍યાસક્રમમાં નોકરી માટેની સારી તકો ઉપલબ્‍ધ છે તેમ જણાવેલ હતું. દીક્ષાંત સમારોહને મંગલ દીપ પ્રગટાવીને ખુલ્લો મુકીને માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયાએ જણાવ્‍યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમુલ્‍ય ભેટ છે.

ગોઢાણીયા બી.એડ કોલેજમાં પ્રાચાર્ય ડો.હિનાબેન ઓડેદરાએ રોગ પ્રતિકારક શકિત વધારવામાં યોગ શિક્ષણને ઉપયોગી ગણાવ્‍યું હતું. કરાટે એશોસીએશનના પ્રમુખ કેતનભાઇ કોટીયાએ જણાવ્‍યું હતું કે મહિલાઓની સતામણી સામે વિદ્યાર્થીનીઓએ સ્‍વબચાવ માટે આજના યુગમાં કરાટેની તાલીમને અનિવાર્ય ગણાવી છે. કિશાન પતંજલી સંઘના પ્રભારી ખીમાભાઇ મારૂએ જૈવીક ખેતી પધ્‍ધતી સરળ અને અસરકારક છે. ખેડુતોને પ્રાકૃતીક ખેતી તરફ વાળવા આહવાન કર્યુ હતું.

ડો.ેગઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર ડો. ઇશ્વરલાલ ભરડાએ જણાવ્‍યું હતું કે શરીરને તંદુરસ્‍ત રાખવા યોગ અનિવાર્ય છે. ટ્રસ્‍ટી શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા અને ભરતભાઇ વિસાણાએ વિદ્યાર્થીઓની સ્‍મૃતી અને એકાગ્રતા વધારવા અને ઉજ્જવળ કારકીર્દી ઘડતરમાં યોગ શિક્ષણને મહત્‍વનું ગણીને શુભેચ્‍છા પાઠવી હતી. કોલેજના વિદ્યાર્થીઓ સુરેશભાઇ મકવાણા તથા ક્રિષ્‍નાબેન ટોડરમલ એકવર્ષીય યોગ અભ્‍યાસક્રમ દરમિયાન સંસ્‍મરણો વાગોળી ઋણ સ્‍વીકાર કરીને જરૂરીયાત અનુસાર સંસ્‍થાને સેવા આપવાની તત્‍પરતા દર્શાવી હતી.

સિનીયર સીટીજન અને યોગા વિદ્યાર્થી શ્રી ગોરધનભાઇ ચાવડાએ સુર્ય નમકારી યોગ નિદર્શન કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરવા બદલ તેમજ ખેલ મહાકુંભ મહોત્‍સવમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે મોમેન્‍ટો પ્રમાણપત્ર એનાયત કરી સન્‍માનીત કરાયા હતા.

કાર્યક્રમનું સંચાલન કો-ઓર્ડીનેટર જીવાભાઇ ખુંટીએ કર્યુ હતું. આભાર દર્શન યોગા કોલેજના પ્રોફેસર ડો.જયશ્રીબેન પરમારે કર્યુ હતું. ગોઢાણીયા મહીલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો.કેતન શાહના માર્ગદર્શન તળે યોજાયેલા કાર્યક્રમમાં પતંજલી યોગ સમીતીના મહિલા પ્રભારી શ્રી વસંતાબા કોરાટ, પતંજલી યોગ સમીતીના મહામંત્રી ઉષાબેન શિયાળ, કૃષ્‍ણકાંત આર્ય, મુકેશભાઇ મહેતા, અશ્વીનભાઇ મસાણી, વિજયભાઇ ઝાલા, રાકેશભાઇ કક્કડ વગેરે હાજર રહયા હતા.

(12:25 pm IST)