સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

હોસ્‍પિટલનાં મુખ્‍યદાતા હરેશભાઇ પરવાડીયાના મહેમાન બનતા હર્ષ સંઘવી સહિતના આગેવાનો

મૌલેશભાઇ ઉકાણી અને પરવાડીયા પરિવાર દ્વારા આવકાર

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. રપ :.. માતુશ્રી કાશીબેન દામજીભાઇ પરવાડીયા (કે. ડી. પી.) હોસ્‍પિટલના મુખ્‍ય દાતા મુળ આટકોટના અને હાલ સુરત રહેતા હરેશભાઇ પરવાડીયા આટકોટની હોસ્‍પિટલના મુખ્‍યદાતા છે. તેઓ આટકોટ રહી સામાન્‍ય ખેડૂત પરિવારમાં મોટા થયા છે. આટકોટ તેમની જન્‍મભૂમિ હોય અને તેમના પિતાની કર્મભૂમિ હોય જન્‍મભૂમિ અને કર્મભૂમિનું ઋણ ચૂકવવા હરેશભાઇએ તેમના માતા-પિતાના નામથી આ હોસ્‍પિટલમાં કરોડો રૂપિયાનું દાન કરી વતન પ્રત્‍યે તેમનો પ્રેમ છલકાવ્‍યો છે. લોકાર્પણ પ્રસંગે તેઓ પરિવાર સાથે આટકોટ આવી ગયા છે. ગઇકાલે ગૃહ રાજય મંત્રીની આટકોટ મુલાકાત વખતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી, મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના આગેવાનો હરેશભાઇના ઘેર આવ્‍યા હતા ત્‍યારે બંને મંત્રીઓ અને સાંસદ સહિતના આગેવાનોનું હરેશભાઇ પરવાડીયા અને તેમના પરિવાર તેમજ બાન લેબ વાળા મૌલેશભાઇ ઉકાણીએ પુષ્‍પગુચ્‍છ આપી બધાને આવકાર્યા હતાં.

(11:56 am IST)