News of Wednesday, 25th May 2022
હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક
આટકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આટકોટ ખાતે શનીવારે હોસ્પિટલનું ઉદ્્ઘાટન થનાર છે ત્યારે ગઇકાલે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હોદેદારો અને અધિકારીઓ સાથે મિટીંગ યોજી હતી. અને વિગતો મેળવી હતી. આ તકે રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી, ડો. ભરતભાઇ બોઘરા, કલેકટર, અરૂણ મહેશ બાબુ, પ્રદિપભાઇ ડવ, કમલેશભાઇ મીરાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : વિજય વસાણી -આટકોટ)
(11:55 am IST)