સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

અદાણી મેડી. કોલેજ ભુજના તમામ ૪૧ પોસ્‍ટ ગ્રેજયુ. તબીબો પાસ થતાં સો ટકા પરિણામ

ઓર્થો વિભાગના ડો. દર્શન પટેલ ડિસ્‍ટીન્‍કશન સાથે પ્રથમ ક્રમે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫: અદાણી મેડિકલ કોલેજ ભુજના તમામ ૪૧ એમ.ડી.એમ.એસ. પોસ્‍ટ ગ્રેજયુએટ તબીબી વિધાર્થીઓએ ૨૦૧૯થી ત્રણ વર્ષના તેમના અભ્‍યાસ ઉપરાંત કોરોનાકાળના વિપરીત સંજોગોમાં પણᅠ સખત મહેનત કરી ૨૦૨૨ની અંતિમ પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. અનેᅠ સો ટકા પરિણામ આવતા કોલેજનું ગૌરવ વધ્‍યું છે. એટલું જ નહીં આગામી સમયમાં સમાજ માટે તેઓ મૂડી પુરવાર થશે. તેવી આશા કોલેજ અને જી.કે. જન.ના હેડ તથા પ્રોફેસરોએ વ્‍યક્‍ત કરી હતી.

કચ્‍છ યુનિ.દ્વારા એપ્રિલ મે ૨૦૨૨ દરમિયાન લેવાયેલી આ પોસ્‍ટ ગ્રેજયુએટની ૪૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી ઓર્થો વિભાગમાથી ડો. દર્શન પ્રકાશભાઈ પટેલ ૭૬.૧૦ ટકા સાથે ડિસ્‍ટીન્‍કશન અને પ્રથમ નંબરે રહ્યા હતા. જયારે ૩૦ વિધાર્થીઓ પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો હતો. અને બાકીના તબીબો પાસ થતાં સો ટકા પરિણામ મળ્‍યું છે. એમ.કોલેજના ડિન ડો. એ.એન.ઘોષે જણાવ્‍યુ હતું.

ડો.ઘોષે વધુમાં કહ્યું હતું કે, તબીબી વિધાર્થીઓની સખત મહેનતનુ પરિણામ તો છે. પણ સાથે સાથે કોલેજની વિવિધ ફેકલ્‍ટીની તાલીમ પણ રંગ લાવી છે, આ ઉપરાંત જી.કે.ના મેડિકલ ડાયરેક્‍ટર ડો. બાલાજી પિલ્લાઈ, ચીફ મેડી.સુપ્રિ.ડો. નરેન્‍દ્ર હિરાણી તેમજ એસો. ડિન ડો. એન.એન.ભાદરકાએ તબીબોને અભિનંદન આપી તબીબી સ્‍પેશિયલ સેવામાં કદમ માંડતા આ તબીબોને ઉજજવળ ભવિષ્‍ય માટે કામના કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષના આ અભ્‍યાસક્રમમાં એમ..એસ.એમ.ડી.ની ૧૩ સ્‍પેશિયલ સેવાઓ હતી. જેમાં જન.મેડિસિન, સર્જરી,રેડિયોલોજી, ઓર્થો, ગાયનેક,પીડિયા, રેસ્‍પિરેટરી, ઇ.એન.ટી.ᅠ એનેસ્‍થેસિયા વિગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓને કોરોનાનો અભ્‍યાસ નજીકથી કરવાની તક મળતા તેમના અભ્‍યાસ અને અનુભવના ભાથામાં વધારો થયો છે

(10:33 am IST)