મોરબી : નેશનલ લેવલની ક્રિકેટ ટીમની પસંદગી
મોરબી : રમત-ગમત તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હરહંમેશા અગ્રેસર સાર્થક વિદ્યામંદિર-મોરબીના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ(૨૦૨૦-૨૧)માં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન આગ્રા-ઉત્ત્।રપ્રદેશ ખાતે થયું હતું. જેમાં ગુજરાત ટીમ દ્વારા સ્પર્ધા દરમિયાન સારૂ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપમાં સાર્થક વિદ્યામંદિર મોરબીના વિદ્યાર્થીઓ વાળગોતર ધવલ, કાલરીયા પ્રશાંત, ચૌહાણ યુવરાજ, કાટીયા દિવ્યેશ, ઝાલા મિતરાજની પસંદગી થયેલ હતી.આ ઉપરાંત ગુજરાત ટીમમાં મસોત કેવલ, લિખીયા અભિષેક, જાદવ નિખિલ, કણસાગરા મયુર, ગણેશભાઈ, પરમાર રાજકુમાર, જાડેજા શિવપાલસિંહ વગેરે ખેલાડીઓની પસંદગી થયેલી હતી. ખેલાડીઓએ આ સિદ્ઘિ માટે કોચ તેમજ શાળા પરિવારના માર્ગદર્શન માટે આભાર વ્યકત કર્યો હતો.સાથે સાથે સંસ્થાના સંચાલક કિશોરભાઈ શુકલએ કોચ શૈલેષભાઇ પરમારને તેમજ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા તે તસ્વીર.