વાડી વિસ્તારમાં પોસ્ટમેન આવતા ના હોવાની પોસ્ટઓફિસમાં રાવ
મોરબી : ઇન્ડીયન પોસ્ટ સર્વિસની સેવાઓ આખા દેશમાં ફેલાયેલી છે જોકે પોસ્ટ વિભાગની સુવિધા હજુ પણ પછાત અને વાડી વિસ્તારને ના મળતી હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે ને વાડી વિસ્તારના યુવાને આ મામલે પોસ્ટ વિભાગને લેખિત ફરિયાદ કરી છે.
મોરબીના વાડી વિસ્તારના રહેવાસી યુવાન વિપુલ પરમારે મોરબીની મુખ્ય પોસ્ટઓફીસના હેડ પોસ્ટમાસ્તરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરના છેવાડે આવેલા વાડી વિસ્તારમાં ટપાલી વિતરણ માટે આવતા નથી ભારતીય ટપાલ વિભાગનું નેટવર્ક બહોળું હોવા છતાં હજુ તેમનો વિસ્તાર પોસ્ટ સેવાથી વંચિત છે જેથી તેમના વિસ્તારમાં થતા પત્ર વ્યવહારોના આદાન પ્રદાન થઇ સકતા નથી યુવાન કાયદા શાખાનો વિદ્યાર્થી હોય અને કાયદાકીય કામકાજ રહેતા હોય પરંતુ તેને અગત્યના સરકારી કાગળો મળતા નથી જેથી વાડી વિસ્તારમાં વહેલી તકે પોસ્ટની સેવા શરુ થાય અને નાગરિકોને આ સેવા ઉપલબ્ધ બને તેવી માંગ કરવામાં આવી છે.