ગારીયાધારમાં એક જ રાતમાં ૭ જગ્યાએ ચોરીઃ કારખાનામાંથી ૩૦૦ હિરા ઉઠાવી ગયા
(મેઘના વિપુલ હીરાણી-ચિરાગ ચાવડા દ્વારા) ભાવનગર-ગારીયાધાર તા. ર૪ :.. ગારીયાધાર શહેરમાં બાયપાસ રોડ પરના દાડમયા વાડી વિસ્તારમાં કે જયાં આગળ ધારાસભ્યનો ખુદનો વસવાટના મકાનવાળા વિસ્તારમાં એક રાતમાં તરસ્કરો દ્વારા ત્રણ ઘર, ૩ કારખાના અને પાન-માવાની દુકાનના તાળા તોડી ૭ જગ્યાએ ચોરી કરવામાં સફળ થયા છે. ચોરીની સવારે જાણ થતા જ આ વિસ્તારના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના બાબતે પોલીસને જાણ કરવા લોકોએ મથકે રૂબરૂ જવાની ફરજ પડી હતી. ધારાસભ્યના રહેણાંક વિસ્તાર પાસે ચોરીનો બનાવ બન્યો છે.
ગારીયાધારમાં નવાગામ રોડ બ્રહ્માણીનગરમાં રહેતાં નિકુલભાઇ સુરેશભાઇ સરવૈયાનાં હિરાનાં કારખાનામાં પાડી તસ્કરોએ ઓફીસનાં તાળા તોડી ટેબલમાં રાખેલ ૩૦૦ નંગ હીરા કિંમત રૂ. ૩૦ હજારની ચોરી કરી નાસી છૂટયા હતાં.
તસ્કરોએ હિરાનાં કારખાના ઉપરાંત બાજુમાં આવેલ પ્રવિણભાઇ નારણભાઇ વાઘાણીનાં મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કરી ફળીયામાં રહેલ મોટર સાયકલ હોન્ડા સાઇન નં. જીજે-ર૭ -એબી-ર૩૩૩ ની પણ ચોરી કરી હતી. બન્ને મળી કુલ પ૦ હજારની માલમતાની ચોરી થયાની ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.