સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

મહામારી સમયે તંત્રના પ્રયાસો બળવતર બનાવવા કોરોના જાગૃતિ રથો ગ્રામ્ય વિસ્તારોમાં રામબાણ જેવા પુરવાર થશેઃ સંદીપસિંહ

સુરેન્દ્રનગર જિલ્લાથી પ્રારંભ : એસપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શનમાં ડીવાયએસપી હિમાંશુ દોશી ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિનો સંચાર કરશેઃ રાજકોટ રેન્જ વડા દ્વારા કોરોના મહમારી સામે જાગૃતિ રથો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા શરૂ ચાલુ થયેલ કામગીરીની રૂપરેખા 'અકિલા' સમક્ષ વર્ણવે છે

રાજકોટ, તા.૨૪: ગુજરાતમાં કોરોનાની મહામારી પરાકાષ્ઠા પર છે ત્યારે ઉતર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ લાવવા માટે સરકારના અન્ય ખાતાઓ માફક પોલીસ તંત્ર દ્વારા પણ લોકોમાં જાગૃતિ લાવવા માટે સુરેન્દ્ર નગર પોલીસ દ્વારા જાગૃતિ રથ દ્વારા પ્રજકિય કામગીરીનો પ્રારંભ કર્યો છે.

 રાજકોટ રેન્જમાં ડીઆઈજી પદે આરૂઢ સંદીપસિહ તથા એસીપી મહેન્દ્ર બગડીયા જેવા કાર્યદક્ષ અધિકારીઓ એવો સ્પષ્ટ મત ધરાવેછે કે આવી કટોકટી સમયે પોલીસની ભૂમિકા ખૂબ અગત્યની રહે છે.

માસ્કએ કોરોના સામેનું રામબાણ ઔષધી હાલના તબક્કે છે ત્યારે લોકો માસ્ક પહેરે વારંવાર હાથ ધોવે.જરૂરી અંતર રાખેએ લોકો ટોળા વાળી ઊભા ન રહે બાબતો નો પ્રચાર પ્રસાર પોલીસ જાગૃતિ રથ થી ખૂબ સારી રીતે કરી શકે તે માટે સરકારના પ્રયાસો બળવતર બનાવવા આ પ્રયોગ હાથ ધર્યો છે જે આગામી દિવસોમાં વધુ વિકસશે તેમ અનુભવી આઇપીએસ સંદીપસિંહે અકિલા સાથે ની વાતચીતમાં જણાવે છે.

આ કામગીરી ખૂબ જ રસપૂર્વક થાય તે માટે ની જવાબદારી ડીવાયએસપી અને આગવી સ્ટાઈલથી આયોજન પૂર્વક કામગીરી કરવા માટે જાણીતા હિમાંશુ દોશી જેવા અધિકારીને સુપરત થયેલ છે. અકિલા સાથેની વાતચીતમાં સમગ્ર આયોજન રેન્જ વડા અને સુરેન્દ્ર નગર પોલીસ વડાના માર્ગદર્શનમાં અદભૂત રીતે કય રીતે કરવા સાથે તેવો દ્વારા સુંદર અને સંક્ષિપ્ત રીતે મેસેજ ત્યાર કર્યાની વિગતો વર્ણવી હતી

(1:29 pm IST)