લખતર તાલુકા ઝમર પાસે કોવિડ-૧૯ એન્ટીજન કીટ ફેંકી દેવાતા લોકોમાં દહેશત
વઢવાણ :.. લખતર તાલુકા ઝમર અને રાજયપાલ જિન પાસે કોવિડ-૧૯ ની ટેસ્ટ કરેલ એન્ટીજન કીટ રોડ ઉપર રઝળતી જોવા મળી હતી આથી રસ્તે આવતા જતા લોકોને નજરે ચડી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા હોય ત્યારે આવી રીતે એન્ટીજન ટેસ્ટિંગ કરેલ કીટ રઝળતી જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળ્યો હતો. ત્યારે બેદરકારી સામે આંખ આડા કાન કરતા હોય તેમ પહેલા લખતર સી. એચ. સી.નો કર્મચારી માસ્ક મોજા વગર ટેસ્ટિંગ કરતો હતો અને ન્યુઝમાં આવ્યું તોય કોઇ પગલા નહિ કોઇ પી.પી.ઇ. કીટ રોડ પર ફેંકી ગયું તોય કોઇ પગલા નહિ ત્યારે અત્યારે રોડ પર ટેસ્ટિંગ કરેલ એન્ટીજન કીટ ફેંકી ગયું છે. ત્યારે લોકોના આરોગ્ય સામે તંત્ર શું પગલા ભરે છે તે જોવું રહ્યું. (તસ્વીર : અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)