સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

કેશોદમાં ટ્રકે સ્કુટરને હડફેટે લેતા હરીભાઇ માઢકનું મોત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૪ : કેશોદના ચાર ચોક માં ટ્રક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક હડફેટે સ્કુટર સવાર વૃધ્ધનુ મૃત્યુ થયેલ છે.

કેશોદના ચારચોક વિસ્તારમાં ટ્રકે સ્કુટર સવાર હરીભાઈ જેરામભાઈ માઢક (ઉ.વ. ૮૦)ને હડફેટ લેતા ગંભીર ઈજા થતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલસ દ્વારા કેશોદની સરકારી હોસ્પિટલે સારવાર માટઙ્ગે લઈ જતાં ફરજ પરના ડોકટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ લઈ જતા રસ્તામાં મૃત્યુ થયાનુ જાણવા મળેલછે. ટ્રક ચાલક સામે કેશોદ પોલિસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:50 am IST)