પોરબંદરમાં ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
પોરબંદર, તા. ૨૩ :. ચોરી કરેલા બાઈક સાથે નિકળતા આરોપી યુવાન અકરમ ઉર્ફે દાદુ સીદીભાઈ હાલેપૌત્રાને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈનીએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ખાસ સૂચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા તથા કીર્તિમંદિર પી.આઈ. એચ.એલ. આહિરના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર હનુમાન ગુફા ચોકીના ઈન્ચાર્જ પો. સબ ઈન્સ. આર.એલ. મકવાણા તથા પો. કોન્સ. ચંદ્રજીતસિંહ અરશીભાઈ જાદવ તથા જીતુ રાજશીભાઈ દાસા સાથે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પો. કોન્સ. ચંદ્રજીતસિંહ અરશીભાઈ જાદવ તથા જીતુ રાજશીભાઈ દાસાનાઓને સંયુકત રીતે બાતમીરાહે હકીકત મળેલ કે કીર્તિમંદિર પો. સ્ટે. ગુ. ૨. કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમા ગયેલ કાળા કલરનું પોલીસ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ જેના રજી. નં. જીજે ૨૫ એબી ૧૯૨૧નું સને ૨૦૧૯ના મોડેલનું જેની કિંમત રૂ. ૩૦,૦૦૦વાળુ આરોપી અકરમ ઉર્ફે દાદુ સીદીકભાઈ હાલેપોત્રા ઉ.વ. ૨૦ રહે. ઠક્કર પ્લોટ શાહમુસદશાહના તકીયામાં પોરબંદરવાળાએ ચોરેલ છે.
હાલ તે હનુમાન ગુફા ચાર રસ્તા બાજુથી ચોરી કરેલ મો. સા. લઈ આવતો હોય જેને રોકાવી મજકુર આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા ઉપરોકત મો.સા. પોતે ચોરી કરેલની કબુલાત આપેલ હોય જે મો.સા. તેણે ખારવાવાડ બ્રાન્સ સ્કૂલ બાજુમાંથી ચોરી કરેલાનું જણાવતો હોય જેથી આરોપી તથા ચોરી કરેલ મુદામાલ મો.સા. સાથે પકડવામાં આવેલ છે. જે આરોપીનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં કીર્તિમંદિર પો. સ્ટે.ના પીઆઈ એચ.એલ. આહિર તથા પીએસઆઈ આર.એલ. મકવાણા તથા કોન્સ. ચંદ્રજીતસિંહ અરશીભાઈ જાદવ, જીતુ રાજશીભાઈ દાસા વિગેરે રોકાયેલ હતા.