સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

મોરબી રીક્ષા ચલાવી ગુજરાન ચલાવનાર રિક્ષાચાલકોના હિતમાં સીએનજીગેસના ભાવ ઘટાડો

તાત્કાલિક ધોરણે સીએનજી ભાવો ઘટાડવા કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીની માંગ

મોરબી : આજે સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે પેટ્રોલ-ડીઝલના સતત ભાવવધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો કરાયો છે ત્યારે રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવનાર રિક્ષાચાલકોના હિતમાં સીએનજી ગેસનો ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી છે

કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રજુઆતમાં જણાવ્યું છે કે સરકાર રિક્ષાચાલકોની સ્થિતિ ધ્યાને લઈને સીએનજીમાં તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા જોઈએ. આજે રીક્ષા ચલાવનારને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ ચડે તેના બાળકો સારી શાળામાં અભ્યાસ નથી કરી સકતા અને ગેસનો ભાવ વધવા છતાં રીક્ષાના ભાડા પણ વધારી સકતા નથી
જેથી રિક્ષાચાલકોના હિતમાં તાત્કાલિક અસરથી સીએનજી ગેસના ભાવો ઘટાડવા પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગણી કરી છે.

(12:38 am IST)