સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

દામનગર શહેરી વિસ્તારોમાં BPL સર્વે હાથ ધરવા ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરની માંગ : જિલ્લા વિકાસ અધિકારીને લખ્યો પત્ર

છેલ્લા ૧૨ વર્ષથી સર્વે નહિ થતા ગરીબ જરૂરિયાત મંદ લાભાર્થીઓ લાભથી વંચિત

દામનગર શહેરી વિસ્તારનો BPL સર્વ કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવ્યો છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બોર્ડ કોર્પોરેશનની તમામ યોજનાઓમાં માપદંડ બી પી એલ ફરજીયાત  હોય છેલ્લા ૧૨ વર્ષથી સર્વે નહિ થતા ગરીબ જરૂરિયાત મંદ લાભાર્થીઓ લાભથી વંચિત રહેવા પામેલ છે તા.૨૧/૫/૨૨ના રોજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા વિકાસ અધિકારી અમરેલીને પત્ર પાઠવી દામનગર શહેરી વિસ્તાર માં  BPL સર્વે કરવા અને જરૂરિયાત મંદ પરિવારો છેલ્લા બાર વર્ષ થી લબડી રહ્યા છે તેના સુધી લાભ પહોંચે તેવી માંગ કરી છે ૬૫૦થી વધુ માંગ કરતી અરજી ઓ દામનગર પાલિકા ના ટપાલ દફતરે નોંધાયેલ છે ગ્રામ વિકાસ એજન્સી કહે છે પાલિકા અપડેટ કરશે પાલિકા કહે છે ગ્રામ વિકાસ એજન્સી સર્વે કરશે આમ બંને કચેરી ના સંકલન વચ્ચે ખો ગરીબો ને ક્યાં સુધી ???

(9:59 pm IST)