સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

ગુજરાત સરકારની 20 વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ સ્વ સહાય જૂથોની સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7 દિવસીય મેળો યોજાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા અમલીકરણની બેઠક મળી

દેવભૂમિ દ્વારકા: મુખ્યમંત્રીના નેતૃત્વમાં તા. 01/05/2022થી 21/06/2022 સુધી ગ્રામવિકાસ વિભાગ સાથે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ  અને ગ્રામ વિકાસ વિભાગ, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ  સાંકળી ગુજરાત સરકારશ્રીની 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ સ્વ સહાય જૂથોની સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં તેમજ 248 તાલુકામાં 7 દિવસીય મેળા " વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિકાસ"નું આયોજન કરવાનું હોય તે અંગે દેવભુમી દ્વારકા જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક મળી હતી.

આ બેઠકમાં કલેકટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગુજરાત સરકારની 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ સ્વ સહાય જૂથોની સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે 7 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં વિવિધ 50થી વધુ સ્ટોલ જોડાઈ શકે છે. મેળાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન હાથ ધરવામાં આવશે. મેળાના સુચારુ આયોજન અંગે અને  મેળામાં આવનાર નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના સર્જાય તે પ્રકારે આયોજન કરવા અંગે જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ભાવેશ ખેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી

(8:42 pm IST)