સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

પાંચ મહિના પહેલા જ લવમેરેજ કરનારા વાંકાનેરના દંપતિએ ફિનાઇલ પીધું

યુવાનના ભાઇઓ પ્રેમલગ્ન મામલે વાંધો ઉઠાવી હેરાન કરતાં હોવાનું કથનઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૩: વાંકાનેર રહેતાં વિજય પ્રેમજીભાઇ સોલંકી (ઉ.૨૪) અને પાયલ વિજય સોલંકી (ઉ.૨૦)એ ફિનાઇલ પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં  ખસેડાતાં વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી છે.
વિજય છુટક મજૂરી કરે છે. તેણે પાંચ મહિના પહેલા જ મોરબીની પાયલ સાથે લવમેરેજ કર્યા છે. વિજયએ આક્ષેપ કર્યો હતો કે મેં લવમેરેજ કર્યા એ બાબત મારા ભાઇઓ કલ્‍પેશ અને કિશોરને પસંદ ન હોઇ તે કારણે અમને બંનેને સતત હેરાન કરી મારકુટ કરવામાં આવતી હોઇ જેથી ગઇકાલે વાંકાનેર પોલીસમાં અમે ફરિયાદ કરી હતી. આજે ફરીથી મારકુટ થતા કંટાળીને ફિનાઇલ પી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(4:12 pm IST)