સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવે સાસણમાં સિંહો નિહાળ્યાઃ પ્રોજેકટ લાયન મુદ્ે સમીક્ષાઃ પરિમલભાઇ નથવાણી, કિરીટસિંહ રાણા, જગદીશ પંચાલની ઉપસ્થિતી

જુનાગઢ : કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્રભાઇ યાદવ સાસણ ગીરની મુલાકાતે આવ્યા છે. કાલે તેઓનું આગમન થયુ હતું અને સાંજે તથા આજે સવારે સાસણ ગીરમાં ભુપેન્દ્રભાઇ યાદવે સિંહો નિહાળ્યો હતાં. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓનું સન્માન કરાયુ હતું. તેમજ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતાં. અને સખી મંડળો સાથે મુલાકાત કરી હતી. રાજય મંત્રી કિરીટસિંહ રાણા, રાજય સભાના સાંસદ પરિમલભાઇ નથવાણી, પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા, ગીરીશભાઇ કોટેચા સહિતનાં ઉપસ્થિત ર્ીરહ્યા હતાં. ગીરમાં પ્રોજેકટ લાયન, ગીરના માલધારીઓના રહેઠાણ, નવી સેન્ચ્યુરી સહિતના મુદ્ે કાલે સાંજે કેન્દ્રીય વનમંત્રી સાસણ આવી પહોંચ્યા હતાં. આજે તેઓ ગીરના માલધારીઓ, સ્થાનીક હોટેલ-રિસોર્ટના માલિકો, વન અધિકારીઓ સાથે બેઠક કરીને વિવિધ મુદ્ે ચર્ચા કરીને પ્રોજેકટ લાયન અંતર્ગત સમીક્ષા કરી હતી. તાજેતરમાં સંસદીય સમિતિની સાસણ મુલાકાત દરમિયાન ગીરનું જંગલ સિંહો માટે પુરતું નથી અને વધુ સેન્ચ્યુરી બનાવવાની જરૃર છે, તે સહિતના મુદ્ે કેન્દ્ર અને રાજય સરકારને રીપોર્ટ કરાયા બાદ કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્રભાઇ યાદવનું સાસણ ખાતે આગમન થયું હતું. આ સમયે રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી, કેબિનેટ  મંત્રી કિરીટસિંહ રાણા, રાજયકક્ષાના વનમંત્રી જગદીશ પંચાલ સહિતના વન અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. આજે સવારે પ.૩૦ કલાકે કેન્દ્રીય વનમંત્રી સહિતનો કાફલો ગીર પ્રોટેકતેડવ વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ૮.૩૦ થી ૯.૩૦ દરમિયાન સાસણ સિંહ સદન ખાતે હોલમાં ગીરના માલધારીઓ, એનજીઓ, હોટેલ રિસોર્ટના માલિકો સાથે બેઠક કરશે. ત્યારબાદ ગુજરાત વન વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં પ્રોજેકટ લાયન, ગીરના માલધારીઓના રહેઠાણ, નવી સેન્ચ્યુરી સહિતના મુદે ચર્ચા કરી હતી.  આજે કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રભાઇ યાદવનું સન્માન કરાયુ હતું. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(2:08 pm IST)