સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

વેરાવળ રીંગરોડ ઉપર વિદેશીદારૂ ઝડપાયો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: રીંગરોડ ઉપર પ્‍લાસ્‍ટીકના બાચકામાં વિદેશી દારૂનું જથ્‍થો ભરીને ઉભો હોય તેવી બાતમી મળતા પોલીસે ઝડપી તેની પાસેથી બોટલ નંગ ૧ર સહીત રૂા.૩૧૪૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો.

વેરાવળ દોલતપ્રેસ વિસ્‍તારમાં રહેતા ગૌરવ ગણેશ કોળી રીગરોડ ઉપર કે.કે.મોરી સ્‍કુલ પાસે ઉભો હતો પોલીસ ને બાતમી મળેલ તેથી તપાસ કરતા તેની પાસેથી વિદેશીદારૂ બોટલનંગ ૧ર રૂા.ર૬૪૦૦ ની મળી આવેલ હતી તેમજ મોબાઈલ નંગ  ૧ રૂા.પ૦૦૦ કુલ રૂા.૩૧૪૦૦ ના મુદામાલ સાથે અટકાયત કરેલ હતી.

(4:32 pm IST)