સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

વેરાવળમાં સગીર બાળાને પીંખી નાખવાનો પ્રયાસ

બે મહીલા ધારાશાસ્‍ત્રીએ પરીવારની માસુમ ને હીમત આપી ફરીયાદ નોંધાવીઃ પોલીસે ત્‍વરીત કામગીરી હાથ ધરી પોકસોનોગુનો દાખલ કરી અઢી દિવસમાં ચાર્જશીટ કરી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: શહેરમાં સગીરવયની સાવ માસુમ બાળાઓ સાથે અનેક ઘટનાઓ બને છે તાજેતરમાં બે ધટનાઓ પણ બનેલ હોય તેનું ગીર સોમનાથ પોલીસે કડક હાથ કામગીરી હાથ ધરેલ હતી ત્‍યારે આવોજ એક બનાવ બનતા પરીવાર ભારે ભય માં આવેલ હતો પણ આ પરીવારે હીમત કરી બે મહીલા ધારાશાસ્‍ત્રીને બનાવની હકીકત જણાવતા હીમત આપી પોલીસ ફરીયાદ નોંધાવેલ હતી પોલીસે પણ ત્‍વરીત કામગીરી કરી યુવાન સામે પોસ્‍કોનો ગુનો દાખલ કરી અઢી દિવસમાં ર્ચાજશીટ દાખલ કરેલ છે.

વેરાવળ શહેરમાં તાજેતરમાં માસુમ બાળાઓના બે બનાવોથી સમગ્ર પોલીસ તંત્ર હચમચી ઉઠેલ હતું જે તે વખતે પોલીસે કડક હાથે કામગીરી હાથ ધરી આરોપીઓ સામે ચાર દિવસમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી.

વેરાવળના મહીલા ધારાશાસ્‍ત્રી મીતાબેન કારીયા,બકુલાબેન ડાભી એ જણાવેલ હતું કે ૬ દિવસ પહેલા એક પરીવાર ખુબજ ગભરાયેલી હાલતમાં આવેલ હતું તેને હીકકત જણાવેલ હતીકે અમારીબાજુમાં રહેતા રેયોન માં નોકરી કરતા અને પંચવટી સોસાયટી વિસ્‍તારમાં રહેતો યુવક યાજ્ઞીક રાજેશભાઈ ટાટમીયા અમારી સગીર વયની દીકરીને હેરાન કરે છે દરવાજા,બારી માં પથ્‍થરો મારે છે અને તેને ધમકી આપેલ કે તું નહી આવ તો તને તથા તારા ભાઈ બહેનને મારીશ નાખીશ તેમ કહી સાવ માસુમ બાળા ને બે વખત રૂમમાં બોલાવી એકલતાનો ગેરલાભ લઈ આખા શરીરે અડપલા કરી માસુમ ને હેરાન પરેશાન કરી નાખેલ હતી તે ત્રણ દિવસ કંઈ બોલી પણ શકેલન હોય પણ તેમની નાની દીકરી અને નાનાભાઈએ જે બનાવો બનેલ  હતા તેની હકીકત તેના માતા પિતાને જણાવેલ હતી જેની આખી રજુઆત અમને કરતા પરીવારને તેમજ માસુમ દીકરીને હીમત આપી પોલીસ સ્‍ટેશને લઈ ગયેલ હતા ત્‍યાં અધિકારીઓ પણ આ બનાવ સાંભળીને ગંભીરતાલઈ તાત્‍કાલીક આરોપીને તેના ઘરેથી દબોચી લીધેલ હતો તેની સામે પોકસો સહીત અનેક કલમો હેઠળ ગુનો નોધેલ હતો આવા ગંભીરગુનાઆચરનાર સામે પરીવાર પ્રત્‍યે સંવેદનશીલતા દાખવી તેને પણ હીમતઆપેલ હતી તેમજ ફકત અઢી દિવસ ની અંદર ચાર્જશીટ રજુ કરેલ હતી.

માસુમો સામે તાજેતરમાં આવા ગુનોઓ બનતા પોલીસમાં હરકતમાં આવેલ છે પોલીસે જણાવેલ હતું કે માસુમો, યુવતી, મહીલાઓ માટે પોલીસના અનેક વિભાગ કાર્યરત છે તેમાં કોઈપણ ગમે ત્‍યારે આવીનેતેમને હકીકત જણાવી શકે છે પોલીસ કોઈને છોડશે નહી આ બનવામાં મહીલા ધારાશાસ્‍ત્રીઓએ પરીવાર તથા માસુમ બાળાને જે પણ હીંમત આપી હતી તેની ઠેર ઠેર પ્રસંશા થઈ રહેલ છે તેમજ વેરાવળ કોર્ટમાં રપ થી વધારે મહીલાઓ ધારાશાસ્‍ત્રી તરીકે કાર્યરત છે તેમને પણ જણાવેલ હતું કે કોઈપણ આવી ઘટનાઓ માટે સીધી મહીલા ધારાશાસ્‍ત્રીઓ સંપર્ક કરી શકે છે આવી ગંભીર ઘટના ભવીષ્‍યમાં ન બને તે માટે મહીલાઓએ સ્‍કુલો,કોલેજોમાં જઈ સમજણ આપવાનું પણ જણાવેલ હતું.

શહેરમાં ટુકા સયમ માં આવા ત્રણ બનાવો બનેલ હોય નેતાઓ દ્રારા આ માસુમો માટે કોઈ હમર્દદીના હોય તે રીતે સરકારમાં કોઈપણ રજુઆતો કરાયેલ નથી ગરીબ,મઘ્‍યમવર્ગ હોવાથી તેમને ન્‍યાય ન મળી શકે તેવું પરીવારો બોલી રહયા છે નેતાઓ તેમજ સામાજીક સંસ્‍થાઓએ સતત કાર્યરત રહેવું પડશે

(1:51 pm IST)