સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

જેતપુરના જેતલસર પંથકની મંદબુધ્ધિની યુવતિ ઉપર દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલ આરોપીને આજીવન કેદ

જેતપુર તા. ર૪ :.. જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે રહેતી મંદબુધ્ધિની યુવતીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ  આચરનાર દિલીપ ઉર્ફે કિનો સોલંકીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી જયારે તેને મદદગારી કરનારને શંકાનો લાભ આપી કોર્ટે છોડી મુકેલ છે.

બનાવની વિગત એવી છે કે જેતલસર જંકશન ગામની મંદબુધ્ધિની યુવતી પોતાના ઘર પાસે ચકકર મારતી હતી ત્યારે તેનો પરીચિત યુવાન દિલીપ ઉર્ફે કિનો મહેશભાઇ સોલંકી યુવતીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તેના ઘર પાસે આવેલ બંધ રેલ્વે કવાર્ટર નં. એલ-૧૧૩ કે જયાં અવાવરૃ હોય ત્યાં લઇ ગયેલ. તેને મદદગારી કરવા તેનો મીત્ર મનીષ રસીકભાઇ ખાંટ કવાર્ટર બહાર ધ્યાન રાખવા ઉભો હોય આ બનાવની ફરીયાદ જૂલાઇ-ર૦૧૮ ના તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એચ. એ. જાડેજાએ બન્ને આરોપીને પકડી પાડેલ જેમાં બન્નેમાંથી  મદદગારી કરનાર મનીષને જમીન આપેલ. દિલીપ જેલ હવાલે કરેલ. તેનો કેસ ગઇકાલે એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કેતનભાઇ પંડયાએ દલીલ કરતા પંચ પુરાવા અને દલીલના આધારે જજ શ્રી આર. આર. ચૌધરીએ દિલીપ ઉર્ફે કિનાને આજીવન કેદ અને રૃા. ર૦ હજાર રોકડાનો દંડ અને દંડ ન ભરે તો નેવું દિવસની વધુ સજા તેમજ ભોગ બનનાર યુવતીને રૃા. સાત લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

(1:49 pm IST)