સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

સાવરકુંડલા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે જશુભાઇ ખુમાણની નિમણુક

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૪ : સાવરકુંડલા તાલુકા પંચાયતમાં ૨૨ સભ્‍ય છે તેમાં કોંગ્રેસ ૮ સભ્‍ય પાર્ટીના હોય જેથી વિરોધપક્ષની આજે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવી હતી અને જશુભાઈ દ્વારા જણાવામાં આવ્‍યું જે ગરીબ માણસોને તાલુકાને લગત યોજના અને અન્‍ય કામો માટે પોતે તાલુકા પંચાયતમાં અટકેલ હશે તે કામો પૂર્ણ કરાવશે અને ગામડાઓમાં જે પ્રાથમિક સુવિધા જેવી કે પીવાના પાણી, દર્દીના સારવાર, રોડ રસ્‍તના કામો ને પ્રાધાન્‍ય આપશે જે પણ સરકારની યોજનનું લાભ આપવાનો થતો હશે તે અપાવવા પ્રયત્‍ન કરશે.

      ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ   જગદીશભાઈ ઠાકોર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી અધ્‍યક્ષ   ડી.કે. રૈયાણી ની સુચનાથી વંડા ઓબીસી મોરચા ના સંગઠન મંત્રી તરીકે  સોલંકી જયસુખભાઈ દુલાભાઈને નિમણુક કરવામાં આવેલ. ત્‍યાર બાદ સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પાર્ટીના વિરોધપક્ષના નેતા મનુભાઈ ડાવરાદ્વારા આગામી ચુંટણી અને તાલુકા ના કામ ના કારણે  પોતાનો આ કાર્યભાળ ની જવાબદારી પરથી મુક્‍ત થઇ  જસુભાઇ અમરુભાઈ ખુમાણ ને કોંગ્રેસ પાર્ટીના વિરોધપક્ષ ના નેતા તરીકે નિમણુક કરવામાં આવેલ હતી જેમાં કોંગ્રેસ પાર્ટીના તમામ સદસ્‍યો હાજર રહ્યા હતા અને આ જવાબદારી ભાગ રૂપે બંને ને અભિનંદન પાઠવ્‍યા હતા અને

 આવનારા દિવસોમાં કોંગ્રેસના માધ્‍યમથી રચનાત્‍મક અને આંદોલનાત્‍મક કાર્યક્રમો દ્વારા સક્રિય રહીને તથા યુવાનો ને પક્ષની વિચારધારા સાથે જોડવાનો પ્રયત્‍ન કરતા રહે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

 આ કાર્યકમમાં હાર્દિકભાઈ કાનાણી  મંત્રી જીલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી, પૂર્વ કારોબારી ચેરમેન અશ્વિનભાઈ ધામેલીયા, તથા તાલુકા પંચાયતના તમામ કોંગ્રેસ સદસ્‍યો નરશીભાઈ હાદાભાઇ કાછડ , સંગીતાબેન વિનુભાઈ ગુંદરાણીયા , શિલ્‍પાબેન દીપકભાઈ સભાયા , ખીમજીભાઈ ગોવાભાઈ બગડા , ગોવિંદભાઈ વશરામભાઈ વેકરીયા, ભાનુબેન ગોરધનભાઈ રાદડિયા તથા વિનુભાઈ ગુંદરણીયા, ગોરધનભાઈ રાદડિયા, દીપકભાઈ સભાયા, તેમજ કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા

(1:45 pm IST)