સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

યુવતીને ભગાડી જવાના પ્રશ્ને વિંછીયાના સનાળાના બે ભાઇઓનું અપહરણઃત્રણ શખ્‍સો સામે ગુન્‍હો

વનરાજ ચાવડા તથા તેના ભાઇ દિનેશભાઇ પોલીસ મથકે ફરીયાદ કરવા જતા'તા : ત્‍યારે રસ્‍તામાં મેઘુડીયા ગામે રમેશ સહીતના ૩ શખ્‍સોએ અપહરણ કરી ધમકી આપી

રાજકોટ, તા., ૨૪: યુવતીને ભગાડી જવાના પ્રશ્ને વિંછીયાના સનાળા ગામના બે ભાઇઓનું ૩ શખ્‍સોએ અપહરણ કરી માર માર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના સનાળા ગામે રહેતા વનરાજભાઇ અમરાભાઇ ચાવડાએ વિંછીયા પોલીસ મથકમાં આરોપી રમેશ ભીખાભાઇ મારૂ તથા જયંતી ભીખાભાઇ મારૂ (રહે. મેઘુડીયા) તથા રમેશના બનેવી મુકેશ (રહે. ઉમરાળા) સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીનો ભાઇ સુરેશ આરોપી નં. ૧ તથા ર ની બહેનને લઇ આવલ હોય જેથી ઉૈકત ત્રણેય આરોપીઓ અવારનવાર ફરીયાદીની ઘરે માથાકુટ કરવા માટે આવતા હોય ફરીયાદી તથા તેનાભાઇ દિનેશભાઇ તેની બહેનો અને ભાણેજ સાથે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ કરવા આવતા હતા ત્‍યારે બંધાળી ગામથી આગળ મોઢુકા ગામ તરફ ઇકો ગાડીમાં ઉકત ત્રણેય શખ્‍સોએ આવી ફરીયાદીની ગાડી ઉભી રાખી ફરીયાદી તથા તેના ભાઇ દિનેશભાઇને ઇકો કારમાં બેસાડી અપહરણ કરી જઇ માર મારી ગાળો આપી હતી. ત્‍યાર બાદ ઉકત ત્રણેય શખ્‍સો નાસી છુટયા હતા.

આ ફરીયાદ અન્‍વયે વિંછીયા પોલીસે ઉકત ત્રણેય આરોપીઓ સામે અપહરણ સહીતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે  વધુ તપાસ પીએસઆઇ આર.કે.ચાવડા ચલાવી રહયા છે.

(12:01 pm IST)