સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

કુખ્‍યાત સાતનારી ગેંગના સુત્રધાર જામીન ઉપર ફરારરાજકોટ જેલનો કેદી જામનગરમાંથી ઝડપાઇ ગયો

ᅠજામનગર તા.ર૪: આજથી ચોૈદ વર્ષ પહેલા આંતક મચાવનાર સાતનારી ગેંગનો મુખ્‍ય સુત્રાધાર વલ્લભ ઉર્ફે દિનેશ મનજી ઉર્ફે દેવરાજ વાજેલીયા દેવીપુજક રહે. મુંગણી ગામ વાળો જેને પોતાના સાગરીત સાથે મળીી વર્ષ ૨૦૦૮ માં ખંભાળીયાના સામોર ગામની વાડી વિસ્‍તારમાં ધાડ પાડી ખેડુત દંપતિને લૂંટી ખેડુતની ક્રુરતાપૂર્વક હત્‍યા કરેલ હોય જેને આ ચકચારી હત્‍યાના કેસમાં આજીવન સજા પડતા રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં સજા ભોગવતો હોય જે રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટયા બાદ ફરાર થઇ ગયેલ હોઇ અને હાલ ગુલાબનગર ઓવરબ્રીજ નીચે આવેલ છે જે હકીકત આધારે સદરહુ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે સોંપી આપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે.

સદરહુ આરોપી અગાઉ જામજોધપુરના અમરાપર ગામની વાડી વિસ્‍નારમાં વર્ષ -૨૦૦૭ માં સાગરીતો સાથજે મળી હથિયાર સાથે આવીને ખેડુત દંપતિને બંધક બનાવી માર મારી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલો હતો.

તેમજ લૂંટ ધાડ ટેવવાળો હોય અગાઉ પણ લુંટ-ધાડમાં સજા પામેલ આરોપી છે જેમાં સજા બાદ પણ સહઆરોપીસાથે જામનગર જિલ્લા જેલ તોડીને નાશી ગયેલ હતો.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્‍કવોડના  ઇન્‍ચાર્જ પો.સબ.ઇન્‍સ. કે.કે.ગોહિલ તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, પો.હેડ. કોન્‍સ. લખધીરસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ રણજીતસિંહ પરમાર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર પો.કોન્‍સ. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ તથા અરવિંદગીરી ગોસાઇ તેમજ એલ.સી.બી.ના નિર્મલસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

 

(11:46 am IST)