સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

ઉપલેટા પાલિકા દ્વારા પ્‍લાસ્‍ટીકનો જથ્‍થો જપ્ત

ઉપલેટા, તા. ર૪ : સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત ભારત સરકારશ્રીનાં પર્યાવરણ, વન અને ક્‍લાઇમેટ ચેન્‍જ મંત્રાલય દ્વારા તા.૩૦/૦૯/૨૦૨૧ થી જાહેર નામામાં સુધારો કરી ૭૫ માઇક્રોન થી ઓછી જાડાઇ વાળા પ્‍લાસ્‍ટીક ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકેલ છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૨ નાં રોજ ઉપલેટા નગરપાલિકાનાં સેનેટરી ઇન્‍સ્‍પેક્‍ટર અશોકભાઇ ડેર, શોપ ઇન્‍સ્‍પેક્‍ટર શાંતીલાલ રાઠોડ, દબાણ ઇન્‍સ્‍પેક્‍ટર અનુભા જાડેજા દ્વારા ટીમ બનાવી શહેરમાં વિવિધ સ્‍થળો જેવા કે, રાજમાર્ગ, કટલેરી બજાર, ભાદર રોડ વગેરે સ્‍થળો ઉપર જઇને દુકાનો ઉપર તપાસ હાથ ધરતા ૭૫ માઇક્રોન થી ઓછી જાડાઇ વાળા પ્‍લાસ્‍ટીકનો ઉપયોગ કરતા ૧૮ દુકાનદારો ને નિયમાનુસાર કાર્યવાહી કરી રૂ&.૨૮૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે અને ૧૯ કિલોગ્રામ પ્‍લાસ્‍ટીક જપ્ત કરેલ છે. તેમજ દુકાનદારોને ૭૫ માઇક્રોન થી ઓછી જાડાઇ વાળા પ્‍લાસ્‍ટીક ન વાપરવા સુચના આપવામાં આવી તેમજ શહેરમાં જાહેરમા ગંદકી કરતા ૪ ઇસમો પાસેથી રૂા. ૨૦૦૦ દંડ વસુલ કરેલ છે.

 

(11:44 am IST)