News of Tuesday, 24th May 2022
કચ્છમાં દોઢ મહિને કોરોના ડોકાયોઃ સિસલ્સથી આવેલ પ્રૌઢ સંક્રમિત
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૪ :. દોઢ મહિના જેટલા લાંબા સમયની રાહત બાદ કચ્છમાં કોરોના ડોકાયો છે. ભુજના નારાણપર ગામે પ૪ વર્ષીય પુરૂષ કોરોના પોઝીટીવ હોતા ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. આ કોરોના સંક્રમિત દર્દી સિસલ્સથી ૧ર દિવસ પહેલા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં ૬ એપ્રિલ પછી કોરોનાનો આ કેસ નોંધાયો છે.
(11:42 am IST)