સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

ચોટીલાના દારૂના ગુન્‍હાનો નવ માસથી ફરાર આરોપી ઝડપાયો

વઢવાણ તા. ૨૪ : ચોટીલા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૨૪૦/૨૦૨૧ પ્રોહી. એક્‍ટ કલમ ૬૫-એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુન્‍હામાં કામે છેલ્લા નવ માસ ઉપરથી ફરાર નાસતો ફરતો આરોપી નરેશભાઇ બીસુભાઇ ખાચર કાઠીદરબાર ઉ.વ.૨૭, રહે-ચોટીલા, ચામુંડાનગરવાળાને ચોટીલા-આણંદપુર ચોકડી ખાતેથી પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ મજકુર આરોપીનો કબ્‍જો ચોટીલા પો.સ્‍ટે. ખાતે સોંપી આપેલ છે.

પેરોલ ફર્લો સોડ સુરેન્‍દ્રનગરના ઇનચાર્જ અધિકારી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વી.વી.ત્રિવેદીની સુચના હેઠળ પેરોલ ફર્લો સ્‍કવોડના પો.હેડ કોન્‍સ. અસ્‍લમખાન અયુબખાન તથા ભરતસિંહ હમીરભાઇ તથા ગુલામરસુલ કાસમભાઇ તથા પો.કોન્‍સ. સનતભાઇ વલકુભાઇ તથા ભગીરથસિંહ અનિરૂધ્‍ધસિંહ તથા અશ્વિનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્રારા છેલ્લા નવ માસથી ફરાર નાસતા ફરતા આરોપીને શોધી કાઢવામાં આવેલ છે.

(11:25 am IST)