અમદાવાદની ઠગાઇનો આરોપી ભુજમાંથી મળી આવ્યો
ભુજ તા.ર૪ : જે.આર.મોથાલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા સૌરભ સિંઘ પોલીસ અધિક્ષક પヘમિ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં રાજય જિલ્લાઓમાં ગુના કરી નાસતા ફરતા અને પヘમિ કચ્છ જિલ્લામાં છુપાઇને રહેતા આરોપીઓને શોધી તેઓને પકડવા માટે સુચના આપેલ હો.
જે અન્વયે એસ.ઓ.જી. પヘમિ કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓજી. ટીમના માણસો પ્રયત્નશીલ હતા.
દરમિયાન પો.હે.કો. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાનાઓને હકિકત મળેલ કે અમદાવાદ શહેર નવરગપુરા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૬૨૨૦૨૩૧ - ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦ મુજબના ગુના કામેના આરોપી બ્રિજેશકુમાર જયરામ નાથ જે હાલે ભુજ મધ્યે રેયાન રેસીડેન્સીમાં આવેલ મકાન નં.૪રમાં હાજર હોઇ જે આધારે તુરત બાતમી વાળી જગ્યાએ આવતા મજકુર આરોપી મળી આવતાં આરોપીને સી.આર.પી.સ. ૪૧ (૧) આઇ મુજબ રાઉન્ડઅપ કરી ભુજ શહેર એ ડીવીઝન પો. સ્ટે.માં કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આ બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. ભુજના પો. ઇન્સ. એમ.આર.બારોટ સુચનાથી પો. હેડ કોન્સ. મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, સુનિલકુમાર પરમાર, રજાકભાઇ સોતા જોડાયેલ હતા.