સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

ભાવનગરના આનંદનગરમાં ફલેટ ધરાશાયી થતા 4 લોકો દટાયા હોવાની આશંકા :ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું

એકતા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ધરાશાયી: સમગ્ર વિસ્તારમાં ખળભળાટ : લોકોના ભારે ટોળે ટોળા ઉમટ્યા :પોલીસ પણ ઘટના સ્થળે દોડી

ભાવનગરમાં એક ફલેટ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાવનગરના આનંદ નગર વિસ્તારમાં આવેલા એકતા એપાર્ટમેન્ટમાં એક ફલેટ ધરાશાયી થઇ ગયો છે. આ ઘટના ઘટતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે સત્વરે પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે

 , પ્રાપ્ત માહિતી અનુસાર 3 થી 4 લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં ફાયર ટીમ યુદ્વના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે .

ભાવનગરના એકતા એપાર્ટમેન્ટમાં ફલેટ ધહરાશાયી થઇ જતાં આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ આ વિસ્તારમાં ભારે ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. હાલ પોલીસ પણ ઘટના સ્થલે પહોંચી છે.

(11:58 pm IST)