સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

પાસાના નવા કાયદાની કડક અમલવારી: જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ બદલ વધુ એક મહિલાની પાસામાં અટકાયત કરતી પોરબંદર એલ.સી.બી


પોરબંદર :જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીનાઓની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ ૨૦૨૦ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને પોરબંદર નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ તથા I/C LCB PI એમ. એન. દવે નાઓના માર્ગદર્શન હેઠળ માધવપુર પો.સ્ટે. વિસ્તારમાં આચરેલ જુગાર ધારાના ગુન્હાઓ અનુસંધાને આ કામના આરોપી જાગૃતિબેન વા./ઓ. મહેશ ગોપાલભાઇ જોષી (ઉ.વ.૩૮) (  રહે. છાયા પંચાયત ચોકી ડૉ.હાથીના દવાખાનાની બાજુમા પોરબંદર) વાળા વિરૂધ્ધમા LCB PSI એન.એમ.ગઢવી નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદી સાહેબ દ્રારા આ સામાવાળાને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB PSI એન.એમ.ગઢવીએ સામાવાળાને પાસા વોરંટ ની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.    
કામગીરી કરનાર આધિકારી/કર્મચારી  પોરબંદર, LCB PSI એન.એમ.ગઢવી તથા  ASI રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ, HC મહેશ શિયાળ નાઓ રોકાયેલ હતા.

(12:58 am IST)