બગસરા ગોકુલપરાને સેનીટરાઇઝ
બગસરા : ગોકુલ પરા વિસ્તારમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ રમેશ ભાઈ સુહાગિયા એ ધારાસભ્ય જેવી કાકડિયા ને બગસરા શહેરમાં સેનીટાઇઝર કરાવવા રજૂઆત કરી હતી અને આ બાબતે ચીફ ઓફિસર તથા નગરપાલિકા ના પ્રમુખ ઉપપ્રમુખ ને રજૂઆત કરી હતી તે રજૂઆતને ધ્યાનમાં લઇ ધારાસભ્ય જેવી કાકડિયા તથા ચીફ ઓફિસર શ્રી નસીત પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારી ના સભ્યો એ આ બીડું ઝડપી લઈને તાબડતોડ ગોકુલપરા વિસ્તાર થી શરૂઆત કરી ને સમગ્ર શહેરમાં સેનીટાઇઝરકરવા નું ચાલુ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય જેવી કાકડિયા એ ફોનથી જાણ કરતા કહ્યું કે આ કોરોના ની મહામારીમાં તાત્કાલિક ધોરણે આ સેનીટાઇઝર કરવામાં આવે તો લોકો આ વાયરસ થી બચ્ચે તથા લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ રમેશભાઈ સુહાગીયા દ્વારા રજૂઆત કરતા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તથા ચીફ ઓફિસર એ તાત્કાલિક સેનીટાઇઝર કરી લોકોને અગવડતા નો ઊભી થાય તે રીતે લોકોને મદદ કરી હતી તથા તે વિસ્તારના ચૂંટાયેલા સદસ્ય હાજર રહ્યા હતા અને નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ઝડપી સેનીટાઇઝર કરવામાં આવ્યું હતુંતે તસ્વીર.