News of Thursday, 23rd March 2023
ઉપલેટાના મોટી પાનેલી ગામમાં અડધો ઇંચ તથા ગઢાળા ગામમાં એક ઈંચ જેટલો વરસાદ
બપોર બાદ ખાખી જાડિયા, સહિતના ગામડામાં ભારે પવન સાથે વરસાદ
ઉપલેટા : આજે બપોર બાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઢાળા, ખાખી જાડિયા, મોટી પાનેલી સહિતના ગામડામાં ભારે પવન સાથે વરસાદ પડેલ હતો
આ વરસાદમાં ખેડૂતોના ખેતરમાં ઊભા પાક ઘઉં , કપાસ, ચણા સહિતના અનેક પાકોમાં ભારે નુકસાની થયેલ હતી
મોટી પાનેલી ગામ અડધો ઇંચ તથા ગઢાળા ગામમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો
(12:42 am IST)