સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th January 2021

રાણાવાવ વાડી વિસ્તારમાથી જુગારીઓના કબ્જામાથી રોકડ રૂ,૩૪,૩૭૦ ના મુદ્દામાલનો જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી

પોરબંદર : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીનાઓ દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે I/C LCB PI  એમ.એન.દવે નાઓના માર્ગદર્શન હેઠળ LCB PSI એન.એમ.ગઢવી નાઓ એલ.સી.બી. સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન PC વિજયભાઇ જોષી તથા દિલીપભાઇ મોઢવાડીયાનાઓને સયુકત મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે, પોરબંદર આદિત્યાણા દાદરસીમ વાડી વિસ્તારમા રહેતો વેજા નાથાભાઇ ખુંટી (રહે. દાદરસીમ આદિત્યાણા રોડવાળા)એ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) વેજાભાઇ નાથાભાઇ ખુંટી (૨) વનરાજભાઇ રાજાભાઇ ખુંટી (૩) રામાભાઇ રણમલભાઇ ઓડેદરા (૪) બાલુભાઇ રાજશીભાઇ ખુંટી (૫) લખમણભાઇ માલદેભાઇ ખુંટી( રહે, તમામ દાદરસીમ પોરબંદર )ઓના કબ્જામાથી ગંજીપતા તથા રોકડા રૂા. ૩૪૩૭૦ તથા મો.ફોન નંગ-૦૩  તથા મો.સા. નંગ-૦૪ મળી કુલ રૂા. ૧,૩૬,૮૭૦ ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે. અને રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમા પોરબંદર LCB PSI એન.એમ.ગઢવી, ASI  રમેશભાઇ જાદવ, તથા HC મહેશભાઇ શિયાળ, PC વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદરા, રવિરાજ બારડ, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા

(11:49 pm IST)