સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

સાવરકુંડલા પાલિકાના પૂર્વપ્રમુખ દ્વારા જેસર રોડ પરના ખાડાઓ તથા રેલવે અન્ડર બ્રીજ જાતે રીપેર કર્યા

સાવરકુંડલા,તા.૨૨, (દિપક પાંધી દ્વારા) : શહેરના જેસર રોડ ખાતેના રોડ રસ્તાઓ મોબાઈલ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા  તોડી નાખવામાં આવતા છેલ્લા ઘણાં સમયથી ખાડા ઓમાં રાહદારીઓ તથા વાહનો અને ટુ વ્હીલ બાઈકમાં મહિલાઓ અને વૃધ્ધોને ખૂબ જ મુશ્કેલીઓ પડતી તથા અવાર- નવાર કન્ટેનરોની માલ વાહક ટ્રેનોના હિસાબે ફાટકો બંધ હોવાથી નાના વાહનો તથા એમ્બ્યુલન્સોને ફાટક ખુલે ત્યાં સુધી ઉભું રહેવું પડતું હતું આથી રેલવે અન્ડર  બ્રીજને સાફ કરી ગટરોના પાણીનો નિકાલ કરી અન્ડર બ્રીજ જાતે જ સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા ચાલુ કરેલ આ તકે સાવરકુંડલા શહેરના વિકાસશીલ પુરૂષ ડી.કે. પટેલ, નગરપાલિકાના જાગૃત સદસ્ય જયસુખભાઈ નાકરાણી, હિંમતભાઈ લાખાણી, મહેશભાઈ સુદાણી વગેરે અગ્રણીઓ દ્વારા જાત મહેનત કરી રોડ રસ્તાઓ તથા અન્ડર બ્રીજ સાફ કરી રસ્તો ચાલુ કરવામાં આવતા રાહતદારીઓ તથા વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

(10:21 am IST)