સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd January 2018

થાનના ખાખરાવાડીમાં ખાણમાં ભેખડ ધસી પડતા યુવાનનું મોત

વઢવાણ તા. ૨૩ : થાનના ખાખરાવાડી, ગુગલીયાણા, જામવાડી સહિત તમામ વિસ્તારોમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ની પ્રવૃત્ત્િ।એ માઝા મુકી છે જેમાં ભૂતકાળમાં અનેક લોકો ભેખડ પડતા દટાઈ મોતને ભેટ્યા છે ત્યારે શનિવારના રોજ ખાખરાવાડી વિસ્તારમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા ૧ પરપા્તિય યુવાન નુ મોત થયું છે જયારે અન્ય ૨ ને ગંભીર ઇજા થવાનો બનાવ બનવા પામ્યો છે પરંતુ તમામ તંત્રોએ તથા ખાણ માલિકો એ એકસંપ કરી કુલડીમા ગોળ ભાગી બનાવની ફરિયાદ નોંધાવી નથી. લોકોમાં ચર્ચાતિ હકીકત મુજબ બનાવના સમયે સ્ટાફ હાજર હતો પરંતુ ભેખડ પડતા તમામ નાસી છૂટ્યા હતાં.

સુ.નગર જીલ્લાના થાન, મુળી, સાયલા વિસ્તારોમાં આવેલ ખનીજ સંપત્તિની બેફામ લૂટફાટ વરસોથી ચાલી રહી છે કીમતી ખનીજ પગ કરી રહ્યું છે પરંતુ જીલ્લા કલેકટર ખાતુ પણ ઘોર નિંદ્રામાં હોય ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે ત્યારે થાનના ખાખરાવાડી વિસ્તારમાં ચાલતા કારબોસેલના ખોદકામ દરમિયાન શનિવારના રોજ સાંજના સમયે પરપા્તિય શ્રમિકો ૭૦ ફુટ કરતાં વધુ નીચે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે બાજુમાં અન્ય ખોદકામ વાળાએ ભડાકા કરતાં આ ખાણમાં ભેખડ ધસી પડતા કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ ભેખડ ધસતા ૧ પરપ્રાંતિય દટાઈ જતાં તેનુ મોત થયું હતું જયારે અન્ય ૨ શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.(૨૧.૧૯)

 

(12:36 pm IST)